રાજકોટ જિલ્લાના ગામડાઓમાં લોકોને ઘર આંગણે સારવાર અને રોગ પ્રતિકાર શક્તિ વધે તે માટે આયુર્વેદ અને હોમિયોપેથી દવા મળી રહે તે માટે તબીબો અને સ્ટાફ સાથે ધન્વંતરી ર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શરૂ  કરવામાં આવ્યા છે. જસદણ સરકારી દવાખાના ખાતેથી આજે પાણી પુરવઠા મંત્રીકુંવરજીભાઇ બાવળીયા હસ્તે ચાર ધન્વંતરી રથને પ્રસન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની મહામારી સામે લડવા માટે તમામ સ્તરે  પગલા લઇ રહી છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ શરૂ કરી લોકોને ગામોમાં ઘર આંગણે રોગ પ્રતિકાર શક્તિ વધે તે માટે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ડો. રામ, ડો..કાસુન્દ્રા તેમજ અગ્રણીઓપોપટભાઇ રાજપરા, ધીરૂભાઇ ભાયાણી, રમાબેન મકવાણા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયાબેન, મનસુખભાઇ, દીપકભાઇ ગીડા, અરૂણભાઇ સહિતના અગ્રણીઓઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.