• લાકડા કાપવાના બહાને લઈ જઈ બે શખ્સોએ સામુહિક  દુષ્કર્મ આચર્યું: એકની શોધખોળ

કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 17 વર્ષની પરપ્રાંતિય સગીરાને લાકડા કાપવાના બહાને નદીમાં લઈ જઈને બે શખસોએ બળજબરીથી મોં કાળું કરતા લોકોમાં આક્રોશ ભભૂકી ઊઠયો હતો જે ઘટનામાં એક આરોપીએ લીલીયા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો છે.જયારે બીજા આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.

વડીયા પોલીસ મથકમાં આ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં આરોપી લવાભાઈ ચૌહાણએ  લીલીયામાં રેલવેના પાટા ઉપર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.   મગનભાઈ ચૌહાણ નામના બે શખસો લાકડા કાપવાના બહાને નદીમાં લઈ જઈ એક પછી એક કરીને બન્નેએ સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો જો કોઈને કહેશે તો પતાવી દેવાની ધમકી આપી હોવાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપીઓ ની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માગણીઊઠી હતી. આ કેસમાં પોલીસ ફરિયાદ થયા બાદ બે પૈકીના એક આરોપીએ આપઘાત કરી લીધો છે.

વડીયા પોલીસ મથકમાં આ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં આરોપી લવાભાઈ ચૌહાણએ  લીલીયામાં રેલવેના પાટા ઉપર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. રેલવે પોલીસની હદમાં આ સ્થળ આવતું હોવાથી આપઘાત અંગે રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.