ગોચર ગ્રહો  મુજબ વ્યસનની વસ્તુઓના મોટા કન્સાઇન્મેન્ટ એક પછી એક પકડાઈ રહ્યા છે વળી અખાદ્ય વસ્તુઓ પર સરકારની નજર પડી રહી છે અને સ્ટોક પર પણ સરકાર નજર રાખી રહી છે તો બીજી તરફ લગ્નજીવનમાં તિરાડ પડવાની ઘટનાઓ વધી રહી છે, હાઈ પ્રોફાઈલ લોકો પણ લગ્ન વિચ્છેદમાં થી પસાર થઇ રહ્યા છે.

આપણી લગ્ન પરંપરા જાણે ખરાબ સમયમાં થી પસાર થઇ રહી હોય તેવું લાગે છે !!  માટે વારંવાર ઘણા મિત્રો મેળાપક બાબતમાં પૂછે છે… તો અત્રે જણાવી દઉં કે કુંડળી મેળાપક એ લગ્નજીવનમાં આગળ વધવાનું એક પગથિયું છે પરંતુ સાથે સાથે  એક બીજાના વિચારો જાણવા પણ ખુબ જરૂરી છે વળી ઘણા મિત્રો માત્ર સોફ્ટવેર પર ગુણ મેળવી લેતા હોય છે જે કુંડળી મેળાપક પૂર્ણ નથી! આ માટે બંનેના જન્માક્ષરના બધા ગ્રહો ચેક કરવા જોઈએ !

ખાસ એક બીજાની કુંડળીમાં મંગળ શનિ ગુરુ શુક્ર ગ્રહો એકબીજાના સહાયક બને છે કે કેમ તે તપાસવું જોઈએ અને ગ્રહ મૈત્રી નાડી દોષ જેવી અનેક બાબતોને વિચારમાં લઈને જ કુંડળી મેળાપક વિષે નિર્ણય એવો જોઈએ અન્યથા આ ઝડપી મોબાઈલ યુગમાં લગ્નજીવન જોખમમાં મુકાઈ શકે છે!! માટે માત્ર ગુણ મેળવી કુંડળી મેળાપક કરવું હિતાવહ નથી!


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨  

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.