Abtak Media Google News

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો :

દ્વારકાધીશ જગતમંદિરમાં ગતરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે એક ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. શ્રીજીના કુંડલા ભોગ મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો ભક્તોએ આ દિવ્ય દર્શનને નિહાળી ધન્યતા અનુભવી હતી.

Kundla Bhog Manorath was held to Thakorji in Dwarkadhish Jagatmandir

રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ દ્વારકાધીશને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતાં. ત્યારબાદ સમાજ વાડીના રીનોવેશનની કામગીરી અંગે બેઠકમાં જોડાયા હતાં.

Kundla Bhog Manorath was held to Thakorji in Dwarkadhish Jagatmandir

ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ લેઉઆ પટેલ સમાજ અગ્રણી જયેશભાઈ રાદડીયા ગતરોજ યાત્રધામ દ્વારકા ખાતે પધાર્યા હતા. જયાં તેઓએ લેઉઆ પટેલ સમાજ વાડી ખાતે ટ્રસ્ટીગણ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજ વાડીના રીનોવેશન તથા નવા રૂમોના બાંધકામ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ મીટીંગમાં આગામી આયોજનો અંગે નિર્ણયો લેવાયા હતા. ત્યારબાદ જયેશભાઈ રાદડીયાએ દ્વારકાધીશ જગતમંદિરે શ્રીજીને શીશ ઝુકાવી સમાજલક્ષી આગામી આયોજનો અંગે ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે સ્થાનીય આગેવાનો પણ જોડાયા હતા.

  • દ્વારકાના અરબી સમુદ્રમાં જોવા મળતો ભારે કરન્ટ
  • દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા ઉછળતાં મોજા

Kundla Bhog Manorath was held to Thakorji in Dwarkadhish Jagatmandir

અરબી સમુદ્રમાં રચાયેલી સીસ્ટમને આધારે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વાતાવરણ વચ્ચે ગતરોજ અરબી સમુદ્રના પાણીમાં વરસાદી માહોલમાં ભારે કરન્ટ જોવા મળ્યો હતો. દ્વારકા શહેરના ગોમતી ઘાટ, સંગમનારાયણ મંદિર, ગાયત્રી મંદિર, લાઈટ હાઉસ, સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર ચોપાટી સહિતના કાંઠાળા વિસ્તારોમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતાં જોવા મળ્યા હતા.

  • કલ્યાણપુરના મેવાસા ગામે ઇયળોના ઉપદ્રવથી ગ્રામજનો થયાં પરેશાન :
  • પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું : જાહેર આરોગ્ય પર ખતરો :

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે ઇયળોના ઉપદ્રવથી ગ્રામજનો પોતાના ઘરમાં જ રહી શકતા નથી જેના કારણે જાહેર આરોગ્યને ખતરો હોવા છતાં તંત્ર જાણે કુંભકર્ણની ભૂમિકામાં હોય તેમ ઊંઘતું ઝડપાયું છે.

Kundla Bhog Manorath was held to Thakorji in Dwarkadhish Jagatmandir

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ તથા કરણધાર વિસ્તારમાં ઇયળોનો વ્યાપક ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. વરસાદ તથા ગરમીના બફારાને લીધે ઇયળોના મોટી સંખ્યામાં ઝૂંડ જમીનમાંથી બહાર નીકળ્યા હતાં. ગ્રામજનોના ઘરમાં ઇયળોએ વ્યાપક ઉપદ્રવ મચાવ્યો. તેથી લોકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે. જમીનમાંથી લાલ રંગની ઇયળોના ઢગલા નિકળી પડતા નાના બાળકોવાળા ઘરોમાં લોકો ચિંતામાં મૂકાયા છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી જેના કારણે ગ્રામજનોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

મહેન્દ્ર ક્ક્ડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.