જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજમાં બી.કોમ., બી.બી.એ., બી.સી.એ તથા પી.જી.ડી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો તાજેતરમાં વાર્ષિક મહોત્સવ તથા પ્રતિભા સન્માન સમારંભ યોજાયો હતો. કોલેજમાં વર્ષ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોલેજ કક્ષાએ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને તથા રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત ક્ષેત્રે એવોર્ડ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, મેડલ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ ઝીબા, ડેપ્યુટી કલેકટર ચેતનભાઈ ગાંધી, જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય કે.એમ.માવાણી, હરિવંદના કોલેજના ડાયરેકટર મહેશભાઈ ચૌહાણ, જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષી, સ્વ.એમ.જે.કુંડલિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. નીલુબેન લાલચંદાણી તથા જે.જે.કુંડલિયા ગ્રેજયુએટ રીચર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ચિરાગભાઈ માઢક વિગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ ડો.પ્રીતિબેન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના ડો.ચેતનાબેન કકકડ, મીનાબેન મકવાણા, જીનલબેન સોલંકી, નેહલબેન તન્ના, ‚પલબેન ખોખબા, ધારાબેન ઉનડકટ તથા અશ્ર્વિનીબેન ભટ્ટી તથા આભારવિધી ડો.દિલીપસિંહ ડોડીયાએ કરેલ હતી
Trending
- લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું? ઓનલાઈન પણ થઇ જશે કામ ફોલો કરો આ સ્ટેપ્સ
- ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને KKRએ કર્યો સિલેક્ટ, ઉમરાન મલિક બહાર
- શું આ ટ્રેન્ડ ખરેખર સલૂન જેવા સુંદર વાળ કરવામાં મદદરૂપ છે?
- ગોંડલ: કમઢીયા ગામે પરપ્રાંતિય યુવકની હ-ત્યા!!!
- પાન કાર્ડ પછી હવે મતદાર ID પણ આધાર સાથે લિંક થશે!
- રાજકોટ : ભુવાની 10 વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા..!
- લગ્ન જીવનના સંબંધોનો ‘સંગાથ’ આજે નબળો કેમ પડી ગયો ?
- હવે નકલી પાસપોર્ટ અને વિઝા ધરાવતા લોકોની ખેર નથી!!!