ચોથા નોરતે પણ જૈનમ રાસત્સવોઓનો ઉત્સાહ અકબંધ

ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાના મહાપર્વ નવરાત્રી ઉત્સવનો આજે પાંચમો દિવસ છે. આજે જગદંબાના પંચમ સ્વ‚પ સ્કંદમાતાનાં પૂજન-અર્ચનનું વિશેષ મહત્વ છે. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં આદ્યશકિતની આરાધનાની ભકિતનો રંગ ઘૂંટાઈ ગયો છે. ત્યારે ખાસ કરીને રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા નવેનવ દિવસ જૈનમ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા ચાર દિવસથી પારીજાત પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં જૈન ખેલૈયાઓ મન મૂકીને

ઝુમી રહ્યા છે. અહી દરરોજ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. આકર્ષક લાઈટીંગ સાથે ભવ્ય મ્યુઝીક સસ્ટમના સથવારે અહી દરરોજ હજાર રાસ રસીયાઓ ગરબે ધૂમે છે. ઉપરાંત યુવા સાજીદાઓનાં સુરતાલ સાથે જૈન ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે.

DSC 0170જૈનમ નવરાત્રી મહોત્સવમાં યુવા ખેલૈયાઓથી લઈને વડીલો પણ રાસોત્સવની મોઝ માણી રહ્યા છે. ત્યારે ખાસ ગઈકાલે ચોથા નોરતે જૈનમ નવરાત્રી મહોત્સવમાં રાસ રસીયાઓ એ રંગત જમાવી હતી. ચોથા દિવસે પણ ખેલૈયાઓમાં પ્રથમ દિવસ જેટલોજ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પ્રિન્સ-પ્રિન્સેસ તથા વેલડ્રેસ ખેલૈયાઓને આકર્ષક ઈનામો અપાયા હતા જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની રમઝટ નિહાળવા પણ હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. જૈનમ નવરાત્રી મહોત્સવ સમિતિનાં ૧૦૮ કાર્યકર્તાઓ ખૂબજ સુંદર રીતે આયોજન કરી જહેમત ઉઠાવી રહ્યા છે.ખાસ ચોથા નોરતે જૈનમ નવરાત્રી મહોત્સવમાં જૈન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રેષ્ઠ પરિધાન તેમજ પ્રિન્સ પ્રિન્સેસને આકર્ષક ઈનામો અપાયા હતા. લાખેણા ઈનામોની વણઝારથી ખેલૈયાઓનો પણ ઉત્સાહ બેવડાયો હતો. મધરાત સુધી ખેલૈયાઓ એ રાસની રંગત જમાવી હતી. જૈનમ ખેલૈયાઓનું એવું કહેવું છે કે દરેક નોરતે પ્રથમ દિવસ જેવો જ આનંદ, ઉત્સાહ અને જોશ જોવા મળશે. આ તો માત્ર શ‚આત છે. હજુ પણ જૈનમ રાસ રસિયાઓ ધૂમ મચાવશે. ખેલૈયાઓનો આનંદ અને લોકોનો બહોળો પ્રતિસાદ જોઈને જૈનમ આયોજકો પર ખૂબજ ખૂશ છે. હજુ પણ વધુને વધુ સુચા‚ વ્યવસ્થા આપવા તેઓ કટીબધ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૈનમ નવરાત્રી મહોત્સવનું અબતક ચેનલ, યુ-ટયુબ તેમજ ફેસબુક ઉપર દરરોજ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. લાખો લોકોએ લાઈવ પ્રસારણને બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ તકે જૈનમ નવરાત્રી મહોત્સવ ‘અબતક’ મીડીયા હાઉસ અને તેમની સમગ્ર ટીમનો પણ હૃદય પૂર્વક આભાર વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.