કર્ણાટકમાં ‘યાદવાસ્થળી’!!!
ભાજપના ૧૦૪ ધારાસભ્યો દિલ્હી દરબારમાં: કોંગ્રેસના પણ પાંચ ગુમ!!!
કર્ણાટકના જળ સંશાધન મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમારે એક આરોપ લગાવ્યો હતો કે રાજયની સીયાસી વિસ્તારોમાં જે કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન થયું છે તે ભાજપ સરકારને પછાડવા માટે ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે.
વધુમાં તેઓએ જણાવતા આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના પાંચ ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં ભાજપના નેતાઓ સાથે વાર્તાલાપ અને ચર્ચા કરી રહ્યા છે જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે કોઈપણ જાતનો સંપર્ક કરવામાં આવી રહ્યો નથી અને તેમના મોબાઈલ ફોનો સ્વીચ ઓફ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ આ તમામ આરોપને નકારી કાઢયા હતા. જયારે તેઓએ ધારાસભ્યોના ખરીદ વેચાણ પર જવાબ આપતા કહ્યું હતું કે, જે ત્રણ ધારાસભ્યો પર જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે તમામ ધારાસભ્યો સાથે તેમનો સંપર્ક છે અને તેઓ જે મુંબઈ ગયા છે તે પણ તેમને ખ્યાલ છે.
વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ કોની સાથે સંપર્કમાં છે અને કોને શું લાલચ આપી છે ? આ તમામ મુદાઓને સંભાળવાની તેઓએ ખાતરી પણ આપી હતી સાથો સાથ મિડિયાને આ મુદ્દે ચિંતા ન કરવી તેનું પણ સુચન કર્યું હતું. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે પણ ધારાસભ્યોને ખરીદી માટેની આશંકાઓ જે સેવાઈ રહી હતી તેના પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે, આ ખોટો બફાટ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેઓએ ધારાસભ્યનો બચાવ કરતા જણાવ્યું હતું કે, કયાંકને કયાંક ધારાસભ્યો બહાર ગયા છે તેમાં નીજી કારણ પણ હોય શકે કે પછી તેઓ તેમના કુટુંબી લોકો સાથે કોઈ મંદિરમાં પણ ગયા હોય પરંતુ તેનો મતલબ એ નહીં કે તેઓ અન્ય પક્ષ સાથે ચર્ચા-વિચારણા કરતા હોય અને આ પ્રકારના આરોપ લગાવવા ન જોઈએ. કયાંક એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, જે ધારાસભ્યો મુંબઈ આવ્યા છે તે ભાજપ પક્ષમાં જોડાશે અને સરકારને અસ્થિર કરવાનો પણ પ્રયાસ કરશે. કોંગ્રેસી નેતા શિવકુમારે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજયમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણ ખુબ જ જોરમાં ચાલી રહી છે જેમાં કોંગ્રેસના ત્રણ નેતાભાજપની સાથે ભળી ગયા હોય તેમ પણ લાગી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે ૧૭ જાન્યુઆરી સુધી સરકારને પછાડવાનો પ્લાન ઘડી રહ્યા છે જેમાં આ પ્લાનને કેટલા અંશે સફળતા મળશે તે આવનારો સમય જ જણાવશે. કારણકે વિધાનસભામાં ભાજપની સ્થિતિ સહેજ પણ સારી નથી. વાત કરવામાં આવે તો વિધાનસભામાં ૨૨૪ ધારાસભ્યો છે જેમાં કોંગ્રેસ અને જેડીએસના કુલ ૧૧૬ અને બીજેપીના ૧૦૪ ધારાસભ્યો જેથી ભાજપ પક્ષ દ્વારા જે સરકાર પાડવાની વાત સામે આવી છે તે કયાંક અશકય હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં ઓપરેશન લોટસની ફરી ચર્ચા થઈ રહી છે. વાત કરીએ તો બી.એસ.યેદુરપ્પા જયારે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપની અધ્યક્ષતામાં જે ગઠબંધન કરવામાં આવ્યું હતું તેની સીટો અર્પ્યાપ્ત હતી ત્યારે બીજેપીએ અન્ય પક્ષના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા માટે જે અભિયાન હાથ ધર્યું હતું તેમાં તેમને સફળતા પણ મળી હતી અને પાર્ટીમાં ઉમેરવાને બાદ તેમને રાજીનામા આપવા માટે પ્રેરિત પણ કર્યા હતા એટલે કયાંકને કયાંક ભાજપ પક્ષને હંફાવવા ઓપરેશન લોટસને હાથ ધરવામાં આવી રહ્યું છે.