લોંગ જંપમાં ૬.૫૪ મીટર દ્વારા સિલ્વર મેડલ પ્રાપ્ત મહિલા ખેલાડી રાજકોટ સ્ટેશન પર ટીકીટ એકઝામિનર તરીકે ફરજમાન…
રાજકોટ સ્ટેશન પર ટિકિટ એકઝીમિનર તરીકે કાર્ય કરતી એથ્લેટ ખેલાડી કુ.નીનાએ રાજકોટ ડિવિઝનવતી ભાગ લઈ રાજકોટ શહેર સહિત સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. એશ્યિન એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં નીનાએ વીમેન્સ લોંગ જંપમાં ૬.૫૪ મીટર અંતર કાપી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત વધુ વિગતો પ્રમાણે ખુબ જ મહત્વની ગણાયતેવી ૨૨મી એશિયન એથ્લેટીકસ ચેમ્પિયનશીપ ૨૦૧૭નું ભુવનેશ્ર્વ ખાતે તા.૬થી ૯ જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ દેશોના ૮૦૦થી વધુ ખેલાડીઓ જોડાયા હતા.
છેલ્લા છ વર્ષોમાં ક્રમશ: નીનાએ દેશને લોંગ જંપમાં ગોલ્ડ મેડલો અપાવ્યા હતા. તેણીએ સ્પોર્ટસ કવોટા હેઠળ ૨૦૧૨થી વેસ્ટર્ન રેલવેની જેમ ઈન્ડિયન રેલવે ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ તેણે તાજેતરમાં જ એપ્રિલમાં એશિયન ગ્રાન્ડ પ્રીકસ એથ્લેટ મીટ ચાઈનામાં ભાગ લીધો હતો. જેમાં પણ તેણીએ એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલો વીમેન્સ લોંગ જંપમાં પ્રાપ્ત કર્યા હતા.
કુ.નીનાને તેના શાનદાર પ્રદર્શન બદલ રાજકોટના ડીઆરએમ પી.બી.નીનાવે દ્વારા ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.