ભારતીય નાગરિક અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસી આપવાના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો ચૂકાદો માનવાી પાકિસ્તાન ઈન્કાર કરી શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં ૧૫ મેના રોજ વધુ સુનાવણી હા ધરશે.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ’ન્યૂઝ દુનિયા’ના જણાવ્યાં અનુસાર પાકિસ્તાનના એટર્ની જનરલે જાધવ કેસમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ કેસમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સ્રિતાનો મુદ્દો સંકળાયેલો છે. જેી આ કેસમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ કોર્ટમાં ન્યાય અધિકાર ક્ષેત્રને માન્ય રાખી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી પ્રવૃત્તિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. ભારતનું કહેવું છે કે, જાધવનું ઈરાની અપહરણ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન નેવીમાંી નિવૃત્ત યા બાદ તેઓ ઈરાનમાં બિઝનેસ કરી રહ્યા હતા. જ્યારે પાકિસ્તાનનો દાવો છે કે, જાધવની બલુચિસ્તાનમાંી ૩ માર્ચ ૨૦૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત તરફી સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ ૮ મેના રોજ પિટિશન દાખલ કરી હતી. ભારતની માગણી છે કે, કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે. ભારતની અપીલ માન્ય રાખીને એ ફાંસીની સજા સામે રોક લગાવી છે. જોકે પાકિસ્તાન તેને માનવા તૈયાર ની.