જલેબી-ગાંઠીયા સાથે અવનવી મીઠાઇઓ સાથે ઔદ્યોગિક એકમના કારીગરોને પણ પરંપરા મુજબ અપાય છે મીઠાઇ

આજે આપણો હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવારો ‘દશેરા’ અધર્મ પર ધર્મનાં, અંધકાર પર પ્રકાશનાં, અહંકાર પર સારપના તેમ અસત્ય પર સત્યના વિજય દિવસની ઉજવણીની શુભેચ્છાનો દિવસ છે. આજે રાજકોટિયન્સ આહાર પરેજી ના તમામ નિયમો તોડીને ઝાપટશે અવનવી મીઠાઇઓ અને ખાસ જલેબી !! ગઇકાલથી રાજકોટની મીઠાઇ દુકાનમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે સવારથી જાહેર રજા હોવાથી લોકો જલેબી-ગાંઠીયા અને મીઠાઇ લેવા ઉમટી પડયા હતા. અબતકના કેમેરામાં આ તસ્વીરો આબાદ ઝડપાઇ ગઇ હતી.

લંકાપતિ રાવણ પડિત, તપસ્વી, બુઘ્ધિમાન અને પરાક્રમી પુરૂષ હતો, સાથે જ તે અતિશય લોભી અને અભિમાની પણ હતો. રાવણના દશમાંથા વાસ્તવમાં તેનામાં રહેલા દશ વિસરોનું પ્રતિક છે. દશેરાનું આ પર્વ પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને પરિત્યાગની સદપ્રેરણા આપે છે.આજે આપણે સૌએ આપણાં જીવનમાં અહંકાર, લોભ, લાલચ, અત્યાચારી વૃત્તિઓને ત્યાગીને જીવનયાત્રામાં જીવન જીવવું જરુરી છે. આપણામાં રહેલા આ બધા દુર્ગોણોનો નાશ કરીને માનવ માનવ વચ્ચે ના સુમેળ વ્યવહારને અગ્રતા આપવી જોઇએ. આજે દશેરાના પાવન અવસરે ભગવાન રામના વિજયની ઉજવણીમાં ગરીબથી લઈને અમીર સૌ કોઈ સામેલ થયા હતા. લોકોએ આજે હર્ષભેર આ પર્વને ઉજવ્યો હતો. સૌ કોઈએ ગાઠીયા જલેબી સાથે મીઠાઈની મીજબાની માણી હતી. આજે દશેરાના પર્વ નિમિતે મીઠાઈની દુકાનો પણ ઘરાકીને પહોંચી વળવા સજ્જ થઈ ગઈ હતી. સવારથી જ મીઠાઈની દુકાનોમાં લાંબી લાઈનો લાગી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.