KTMની દમદાર બાઇક KTM 1290 Super Duke RR લિમિટેડ એડિશનને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓનલાઇન સેલમાં આ બાઇક એક કલાક કરતા પણ ઓછા સમયમાં બધી જ વેચાઇ ગઇ હતી. બાઇકમાં 1300 સીસીનું દમદાર એન્જિન મળી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ લિમિટેડ એડિશન બાઈકની 500 યૂનિટ ઓનલાઇન વેચવાના હતા. સેલ શરૂ થયાના 48 મિનિટની અંદર બાઈક આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી.

624cf973 6aaf 4fd7 9ea3 84f7eddc6ed6

કંપની આ મોડેલનું વેચાણ ભારતમાં કરતી નથી. કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત, 30,550 ડોલર નક્કી કરવામાં આવી છે. ભારતીય ચલણ મુજબ બાઇકની કિંમત 22.73 લાખ રૂપિયાથી વધુ થાય છે. એટલે કે 48 મિનિટમાં કંપનીએ લગભગ 112 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ બાઈકની શું છે ખાસિયત

લિમિટેડ એડિશન વાળી આ બાઇક સ્ટાન્ડર્ડ મોડેલ કરતા 9 કિલો લાઇટ છે. વજન ઘટાડવા માટે કંપનીએ કાર્બન ફાઇબરનો ઉપયોગ કર્યો છે. બાઇકની સીટ પણ સંપૂર્ણ રીતે કાર્બન ફાઇબરથી બનેલી છે. 2021 KTM 1290 Super Duke RR એક હાઈ પરફર્મોસ બાઈક છે. જેમાં 1301 સીસીLC8 V-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. પાવર વિશે વાત કરવામાં આવે તો આ એન્જિન 180bhp પાવર અને 140 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

તેમાં LED DRLની સાથે LED હેડલાઇટ આપવામાં આવી છે. બાઇક પાંચ રાઇડિંગ મોડ્સ-રેન,સ્ટ્રીટ સ્પોર્ટ્સ,પરફોર્મેસ અને ટ્રેક મળે છે. તેમાં ટેક્શન કન્ટ્રોલ કોર્નરિંગ ABS,મોટર સ્લિપ રેગ્યુલેશન,સુપરમોટો ABS અને ક્રૂજ કન્ટ્રોલ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં ટાયર પ્રેશર મોર્નિટરિંગ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી પણ મળી છે. બાઈકમાં 5 ઈંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.