સિરીઝમાં ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોનું થઈ ઓકશન શરૂ કરવામાં આવશે
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્રારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે-૦૩-કેએસ સીરીઝના ૧ થી ૯૯૯૯સુધીના નંબરોનું થઇ ઓકશન શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.૫૦૦૦, સિલવર નંબર માટે રૂ. ૨૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.૧૦૦૦રાખવામાં આવેલ છે.
ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય તેમ જઅન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૨ થી તા.૧૮ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી તા.૨૧ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન થઇ ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ તા.૨૧ના રોજ નોટિસબોર્ડ પર સાંજે ૦૫:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત મોટરકાર પ્રકારના વાહનો માટે જીજે-૦૩-કેએચ સીરીઝના બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રી-ઇ-ઓકશન શરૂ કરવામાંઆવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૨૫૦૦૦, સિલ્વર નંબર માટે રૂ. ૧૦૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.૧૦૦૦ રાખવામાં આવેલ છે.
ગોલ્ડન તેમજ સિલ્વર પસંદગીના નંબરોમેળવવા માટે તા.૦૬ થી તા.૧૦ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૧ના રોજસવારે ૧૧:૦૦ કલાક થી તા.૧૨ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન થઇ ઓકશન ચાલુ રહેશે.
ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ તા.૧૨ના રોજ નોટિસબોર્ડ પર સાંજે ૦૫:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. થઇ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ-૫ માં એ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્રારા જણાવેલ છે.