રાજકોટના જી.સી.આઈ. ઈન્ડિયા અને નેશનલ પ્રાઈમ ટ્રેઈનર ભરત દુદકિયા માર્ગદર્શન આપશે
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ‘હાવ ટુ ઈટ એન એલીફન્ટ’ એ વિષયે વર્તમાન સમયનાં સંદર્ભમાં રાજકોટના જી.સી.આઈ. ઈન્ડીયા અને નેશનલ પ્રાઈમ ટ્રેઈનર ભરતભાઈ દુદકિયાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કે.એસ. પી.સી.ના પ્રમુખ હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ગુરૂવાર તા.૬ ઓગષ્ટના સાંજે ૫.૩૦ કલાકે ઝુમ મીટીંગ એપના માધ્યમથી અને નીચે મુજબના આઈ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી આ કાર્યક્રમમ લાઈવ નિહાળી શકાશે. જેનું ઝુમ મીટીંગ આઈ.ડી. ૯૮૨૯૩ ૦૫૪૯૨૯ અને પાસવર્ડ: ણદ૫૭૯ઞ છે.
આ કાર્યક્રમના વકતા ભરતભાઈ દુદકિયાએ જણાવેલછે કે અત્યારના સંજોગોમાં દરેક મેન્યુફેકચર, પ્રોડકટ સેલર, ઈન્ટેલેકચ્યુઅલ ક્ધસલ્ટન્ટ, સ્પિરીચ્યુઅલ ક્ધસલ્ટન્ટ, જયોતિષો, શિક્ષકો, પ્રોફેસરો વગેરે માટે પોતાની વસ્તુ અને વિચારો ગ્રાહકો પાસે કેવી રીતે સરળતાથી લઈ જઈ શકે અને તેને ગ્રાહકો પણ પોતાની જગ્યા પર રહીને જાણી શકે અને અપનાવી શકે.
તે માટે ડીજીટલ માર્કેટીંગ કેટલું અને કઈ રીતે ઉપયોગી થઈ શકે. તેની વિસ્તૃત માહિતી ભરતભાઈ દુદકિયા અને આ ક્ષેત્રનાં એકસપર્ટ પણ મુંબઈથી માર્ગદર્શન આપશે. ભરતભાઈ દુદકિયા ૧૯૯૪થી આ ક્ષેત્રમાં આવા અનેક કાર્યક્રમો અનેક સંસ્થાઓ અને ઈન્સ્ટીટયુટમાં આપી ચૂકેલ છે. આ વેબીનાર બધાને ખૂબજ ઉપયોગી થશે. લાઈવ વેબીનાર નિહાળવા કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાએ અનુરોધ કર્યો છે.