આ વર્ષની થીમ ઈન્ડસ્ટ્રી ૪.૦ લીપફોગ ઓપોર્ચ્યુનિટી ફોર ઈન્ડિયા: સપ્તાહ દરમિયાન ઔદ્યોગિક એકમોની મુલાકાત: કામદારો, વિદ્યાર્થીઓ માટે સ્લોગન સ્પર્ધા વાર્તાલાપ તથા તાલીમ વર્ગનું આયોજન
નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલનો તા.૧૨ને સોમવારના રોજ સ્થાપના દિવસ હોઈ તે દિવસને દેશભરમાં પ્રોડકટીવીટી ડે તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા પણ તા.૧૨ થી ૧૮ ફેબ્રુઆરી સુધી વિવિધકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે પ્રોડકટીવીટી ડેના ઈન્ડસ્ટ્રી ૪.૦ લીપફોગ ઓપોર્ચ્યુનિટી ફોર ઈન્ડીયા એ વિષયને લક્ષમાં રાખી સાંજે ૫ થી ૭ રામકૃષ્ણ આશ્રમ, અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના પ્રોડકટીવીટી એ વે ઓફ લાઈફ એ વિષયે વાર્તાલાપનો કાર્યક્રમ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સ્થાને યોજાશે. કાર્યક્રમમાં નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલ, ગાંધીનગરનાં રિજીયોનલ ડાયરેકટર શિરિષ પાલીવાલના હસ્તે ઉત્પાદકતાને લગતા વિવિધ સુત્રો સાથેના પોસ્ટર્સનું વિમોચન કરાશે.
તા.૧૩ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ મેટોડા ખાતે વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત યોજાશે. તા.૧૪ના રાજે સાંજે ૫.૩૦ થી ૭ સુધી કામના સ્થળે હકારાત્મક અભિગમ એ વિષયે ટ્રેનર અને મોટીવેશ્નલ સ્પિકર તન્વી ગાદોયાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલના બાન હોલ ૬ રજપૂતપરા, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. તા.૧૫ને ગુરૂવારના રોજ ગીતાંજલી કોલેજના વિદ્યાર્થીઓ માટે આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના પ્રિન્સીપાલ ડો. ઘનશ્યામ આચાર્યના ઈન્ડસ્ટ્રી ૪.૦ લીપફ્રોગ ઓપોર્ચ્યુનિટી ફોર ઈન્ડીયા એ વિષયે વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન સવારે ૧૦ થી ૧૧.૩૦ સુધી ગીતાંજલી કોલેજની બાજુમાં આવલે રેડ ક્રોસ હોલ ખાતે કરવામાં આવ્યું છે. તા.૧૬ના રોજ સવારે ૧૧ થી બપોર ૧ વાગ્યા સુધી મારવાડી કોલેજ, મોરબી રોડ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રોડકટીવીટી ઉપરના સ્ગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૭ શનિવારના રોજ સાંજે ૫ થી ૭ કાકે સપ્તાહના સમાપન સમારોહમાં બિઝનેસ ટ્રાન્સફોર્મેશેન એ વિષયે જાણીતા ટ્રેનર અને મોટીવેશ્નલ સ્પિકર હાર્દિક મજીઠીયાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સ્થાને કાઉન્સીલના બાન હોલ ખાતે યોજવમાં આવ્યું છે. કાર્યક્રમમાં મારવાડી કોલેજ ખાતે યોજાયેલા સ્લોગન સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરાશે.
કાર્યક્રમોને સફળ બનાવવા કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ડી.જી. પંચમીયા, મંત્રી મનહરભાઈ મજીઠીયા, કોષાધ્યક્ષ રામજીભાઈ શિયાણી, ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન તથા કો.ચેરમેન બી.એસ.માન તેમજ દિપકભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ કાર્યક્રમોમાં કાઉન્સીલના સભ્યો રસ ધરાવતા ઉદ્યોગપતિઓ, નાગરીકો વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાએ અનુરોધ કરાયો છે.