ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટ ઈન્ડિયન રેયોનનાં સહયોગથી યોજાયેલા વાર્તાલાપમાં ફોકસ એનેબ્લીંગ પ્રા.લી.ના ફાઉન્ડર ડો. નિમેષ રાજપૂતે આપ્યું માર્ગદર્શન
કચ્છ સૌ.પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટ ઈન્ડીયન રેયોન, વેરાવળના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખો ફોકસ એનેબ્લીંગ પ્રા.લી. જામનગરનાં ફાઉન્ડર એન્ડ સીઈઓ ડો. નિમેષ રાજપૂતનો બ્લુ ઓસન સ્ટ્રેટેજી એ વિષય માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો.ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તેમજ કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાએ મુખ્ય વકતાનો પરિચય આપી પ્રાસંગીક પ્રવચન કરેલ હતુ કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા ડો. નિમેષ રાજપૂતનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.
મુખ્ય વકતા ડો. નિમેષ રાજપૂતે માહિતી આપતા જણાવેલ હતુ કે બિઝનેસમાં કોઈપણ સ્ટ્રેટેજી બનાવવા માટેના પાંચ ઘટકો છે જેમાં કંપનીનું મીશન અને વીઝન, લક્ષ્ય માર્કેટમાં આપણા બિઝનેસનું સ્થાન સ્ટ્રેટેજીનાં અમલ કરવા માટેની સીસ્ટમનો સમાવેશ થાય છે. આજે જે ગળાકાપ હરિફાઈ છે તેને અપ્રસ્તુત કરી દે તેને બ્લુ ઓસન સ્ટ્રેટેજી કહેવાય, બ્લુ ઓસન સ્ટ્રેટેજીમાં સ્પર્ધામાંથી બહાર નીકળીને આપણો બિઝનેસ કઈ રીતે આગળ વધારવો તે અંગેની કેટલીક સ્ટ્રેટેજીઓ આપેલ છે. રેડ ઓસન સ્ટ્રેટેજી અને બ્લલુ ઓસન સ્ટ્રેટેજીમાં ઘણા બધા તફાવત છે જેમા રેડ ઓસનમાં હરિફાઈનો માહોલ હોય છે જે બ્લુ ઓસનમાં જોવા મળતો નથી.
કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો એન.એમ. ધારાણી, ડો. હિતેશ શુકલ કિરીટભાઈ વોરા તથા અન્ય સભ્યોમાં મનસુખલાલ જાગાણી, મોહિત લીબસીયા, નિકેત પોપટ, ભુષણ મજીઠીયા, પરાગ કકૈયા, ગીતાંજલી કોલેજ, આત્મીય કોલેજ, કુંડલીયા કોલેજ, તથા વિવિધ કોલેજનાં વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.