અસરકારક કોમ્યુનિકેશન સ્કીલથી વ્યકિત પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકે: માસુમા ભારમલ
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે સિનિયર પત્રકાર માસુમા ભારમલ જરીવાલાનો ‘ઈફેકટીવ કોમ્યુનિકેશન સ્કીલ’ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી.પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તેમજ મુખ્ય વકતાનો પરિચય આપ્યો હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તથા મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા માસુમા ભારમલ જરીવાલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યું હતું. મુખ્ય વકતા માસુમા ભારમલ જરીવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રભાવિત વાતચીતની કળા તમારી સફળતાને વધારે છે. અસરકારક કોમ્યુનિકેશન સ્કીલથી વ્યકિત પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકે છે. વાતચીત કરવામાં હંમેશા બીજાને બોલવાની તક આપવી જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાતચીત કરતી સમયે આય કોન્ટેકટ હોવો જરૂરી છે.
જેથી વ્યકિતને બીજી વ્યકિતની વાતમાં રસ છે તેમ લાગે. ઘણી બધી કંપનીઓની સફળતાનું એજ રહસ્ય છે કે તેઓ પોતાના ગ્રાહકોને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. જો તમે વાતચીતની કળાથી સામેની વ્યકિતનું દિલ જીતવા માંગતા હો તો તેના મૌલિક વિચારોને બહાર લાવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com