- ભાર્ગવીબા જાડેજા બહોળી સંખ્યામાં ક્ષત્રિય બહેનો સાથે મતદાન મથકે પહોચ્યા
Loksabha Election 2024 : અસ્મિતા આંદોલન આગળ વધતું જ રહેશે અને તેની અસર પણ આ લોકસભાચૂંટણી પર ચોક્કસ પણે પાડવાની છે, જે ક્ષત્રિય બહેનો દીકરીઓ ખરીદી કરવા પણ બહાર નથી જતી તે તમામ નારીશક્તિની અસ્મિતાની લડાઈમાં આગળ આવી છે અને બહોળી સંખ્યામાં મતદાન કરી રહી છે. ત્યારે રાજકોટથી ક્ષત્રિય મહિલા આગેવાન ભાર્ગવીબા જાડેજા બહોળી સંખ્યામાં મહિલા ક્ષત્રિય મતદારો સાથે મતદાન મથક પહોચ્યા હતા.
ભાર્ગવીબા જાડેજાએ મતદાન માટે આહવાન કર્યું
આ ચૂંટણીમાં રાષ્ટ્ર પ્રેમની ભાવનાની સાથે સાથે લોકશાહીમાં નાગરિક મૂલ્યને જાળવવાનું અને ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં આ એક અદ્ભુત લડાઈ ચાલી રહી છે તેમાં ગુજરાતમાં માહોલ કેટલો જાગૃતતા સાથે આગળ વધી રહી છે. પૂર્વજોએ લીલા માથા ધાર્યા હતા. ત્યારે સ્વાભિમાનને હનન કરવામાં આવ્યું છે ત્યારે વળતો જવાબ આપવા માટે ગામડાનો છેલ્લો માનવી પણ સ્વયંભૂ જોડાયો છે . દરેક સમાજને ક્ષાત્રયની અહિંસક લડાઈની નિર્ણાયક જીત જોઈ શકાઈ છે. કોઈ પણ પ્રયાસો કરવાની જરૂરત નથી લોકો સ્વયંભૂ જુવાળ છે. સવારના પાંચ વાગ્યાથી જોડાયા છે અને અસ્મિતા સૈનિક તરીકે મતદાન એજન્ટ અમાર જોડાયા છે તેની દરેક જગયાએ નોંધ લેવાઈ છે.
“આટલો અહંકાર જે પણ સત્તા પક્ષે આગળ વધાર્યો છે તેનો ચોક્કસ જવાબ મળી રહેસે, અહિયાં કોઈ પણ પ્રકારની મોટી લીડ નહીં મળે તેની ખાત્રિ છે.” ભાર્ગવીબા જાડેજા
“દરેક જગ્યાએ બહેનો પણ સ્વૈછીક રીતે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવી રહી છે. સચોટ અને પારદર્શક મુદ્દા સાથે જે શરૂઆત કરી હતી એ જ મુદ્દા સાથે આગળ વધીશું.” ભાર્ગવીબા જાડેજા