- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય આગેવાનોની યોજાઇ બેઠક
- વિવાદ ઉકેલવા કાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચુક્યા છે. પરંતુ આ વિવાદ શમવાનું નામ નથી લેતો.ત્યારે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિપસિંહ જાડેજા સહિતના આગેવાનોને બોલાવી બેઠક યોજી હતી.
આ બેઠક બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે સમાજમાં રોષ ભભૂક્યો છે. પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાં રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી પરસોત્તમ રૂપાલાને માફ કરે. તેઓએ ભૂલ માટે વારંવાર માફી માંગી છે, તેને ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે ભૂલ માટે વારંવાર માફી માંગી છે. તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે. ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે.
આ સંકલન સમિતિની કાલે 3:00 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવાશે. ધીમેધીમે વાતાવરણ સરળ બને તેવા પ્રયત્ન કરાશે. કોને મળવું તથા કેવી રીતે મળવું તેની જવાબદારી નક્કી થઇ છે. જલ્દીથી નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં છે અને પાર્ટી સાથે જોડાઇ એવી વિનંતી કરૂં છું.
સી.આર.પાટીલના બંગલે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતાં. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ તે બાદ પણ હજુ વિરોધ યથાવત્ છે.પાટીલના બંગલોએ મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રન્નાકરજી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ પાટીલના બંગલે ખાસ ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.
ઉપરાંત આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.
કાલે અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે મળશે ક્ષત્રિયોની બેઠક
ક્ષત્રિયોની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની આવતીકાલે બુધવારે બેઠક મળશે. જેમાં ગુજરાતની વિવિધ ક્ષત્રિય અને રાજપૂત સમાજની સંસ્થાઓના આગેવાનો હાજર રહેશે. રાજપૂત સમાજની મહિલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાન ભેગા મળી આજે મંગળવારે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળેલી બેઠક અંગે ચર્ચા થશે. ગોતા રાજપૂત ભવન ખાતે મળનારી બેઠકમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ક્ષત્રિય આગેવાન એવા પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો પણ હાજર રહેશે.