- વિવિધ ક્ષેત્રે યોગદાન અને કૌવત દાખવનાર 146 ભાઈ બહેનોનું સ્કીલ એવોર્ડથી કરાયું સન્માન
- ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ઘોઘુભા જાડેજા (ઘંટેશ્ર્વર) અને અશોકસિંહ પરમારના હસ્તે કરાયું સન્માન
રાજકોટ ન્યૂઝ : મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટ પ્રેરિત 30 શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર – દ્વારા આયોજીત રાજ્ય કક્ષાનો 20મો સ્કીલ એવોર્ડ સેરેમની-2024 કાર્યક્રમ તા. 17 માર્ચ, ને રવિવાર રોજ હેમુ ગઢવી નાટયગૃહ, ખાતે દિપ પ્રાગટય સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા, મંત્રી હકુભા જાડેજા (જામનગર) અને સમાજના શ્રેષ્ઠીશ્રીઓની ઉપસ્થિતી તેમજ વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનોની હાજરીમાં દબદબાભેર કાર્યક્રમ યોજાય ગયો. સંસ્થાનના પ્રમુખશ્રી ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) અને સર્વ કારોબારી સદસ્યશ્રીઓએ વિશાળ સંખ્યામાં પધારનાર ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીશ્રીઓ તેમજ પરિવારજનોનું હ્રદયપૂર્ણ આભાર વ્યક્ત કરેલ છે.
કાર્યક્રમના પ્રમુખસ્થાને પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા બાપુ, મુખ્ય અતિથિ વિશેષ સ્થાને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, અબડાસા (કચ્છ) ના ધારાસભ્ય પ્રધુમનસિંહજી જાડેજા, જી.એન.એફ.સીના પૂર્વ ચેરમેને ડો. કિશોરસિંહજી સોલંકી, રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી જાડેજા (ઘોઘુભા-ઘટેશ્વર) અને પૂર્વ નાયબ સચિવ ગાંધીનગર અને આઈએએસ/કરિયર એકેડેમી, લેકાવાડાના નિયામક અશોકસિંહજી પરમાર સહિતના વિશેષ મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ સ્કીલ એવોર્ડ સેરેમની-2024 કાર્યક્રમમાં ૠઙજઈ પરિક્ષા (2023-24) પાસ કરી કલાસ-1 અને કલાસ-2 ઓફિસર બનનાર ક્ષત્રિય સમાજના આશરે 16 થી વધારે ભાઈઓ-બહેનોનું રમત ગમત ક્ષેત્રે, એન.સી.સી. સી સર્ટિફીકેટમાં શ્રેષ્ઠ વ્યાપાર ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રાઇવેટ અને ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય તથા આ સિવાયના અન્ય ફિલ્ડમાં જેમ કે, ચિત્રકલા, ઇતિહાસ, સાંસ્કૃતિક સહિત ક્ષેત્રે કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનોને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ વર્ષે ક્ષત્રિય સમાજના સરકારી સ્કૂલના 49 આચાર્યશ્રીઓનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. આ વર્ષે કુલ 146 ભાઈઓ-બહેનોનું સ્કીલ એવોર્ડથી સન્માનીત કર્યા હતાં. જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે હાલમાં જ ગુજરાત રાજ્ય માંથી પ્રથમવાર પ્રધાનમંત્રી દ્વારા દિલ્હી ખાતે અટલ સન્માન એવોર્ડથી સન્માન કરાયું એવા પાવરટ્રેક સોલાર લી.ના ચેરમેન કિશોરસિંહ ઝાલાનું સન્માન કરાયું તેમજ વિશેષ અકસ્માતે બે હાથ, બે પગ ગુમાવ્યા હોવા છતાંય એમના મોરલ સ્પીરીટથી અનેક દિવ્યાંગોની પ્રેરણા બનનાર લખધીરસિંહ જાડેજાનું સન્માન ખુબજ હૃદયસ્પર્શી રહ્યું હતું. પોલીસ અમલદારના અનુભવો પર અદભૂત પુસ્તક લખનાર નિવૃત્ત ઉુ.જા. એસ.બી. ગોહિલ , કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ ઇન્વેસ્ટીગેશન બદલ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ 2023ના રોજ યુનિયન હોમ મીનીસ્ટર મેડલ ફોર એકસેલેન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એનાયત કરવામાં આવેલ, તે બદલ ઙઈં એચ.પી. ઝાલા અને ઉુ.જા. વી.એમ. જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના પ્રમુખ ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) એ વ્યક્તવ્યમાં ખઙજજ ના સામાજીક કાર્યની છણાવટ કરી આવતાં 21માં સ્કીલ એવોર્ડ સેરેમની-2025 નો સ્કીલ એવોર્ડ સેરેમની તા. 12 જાન્યુઆરી, 2025ને રવિવાર ના રોજ રાજકોટ ખાતે યોજાશે. તે આગામી આયોજનબદ્ધ જાહેરાતને શ્રોતાગણોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધેલ. આ સાથે ક્ષત્રિય સમાજે રાજકિય અસ્તિત્વને મજબુત કરવા પાયાથી અને સમય પહેલા કામ શરૂ કરવું જોઈએ અને જેથી ખરેખર ચુંટણીનો સમય આવે ત્યારે સમાજીક શક્તિનું પ્રત્યેક રાજકિય પાર્ટીને દર્શન કરાવી શકીએ, લાગણીપૂર્વક જણાવેલ કે, ખઙજજ નો કાર્યક્રમ છેલ્લા 20 વરસથી ખૂબજ સમયસર અને શીસ્ત સાથે ભવ્ય, દિવ્ય અને સફળ રહ્યો છે.
જેમના માટે ક્ષત્રિય સમાજનો આભાર વ્યકત કરેલ.સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા બાપુએ ક્ષત્રિય સમાજના પ્રર્વતમાન સ્થિતીમાં રાજનિતીમાં પ્રતિનિધિત્વને લઈ માર્મીક ટકોર કરી હતી. અને કહ્યું હતું કે, જે ખરેખર શક્તિશાળી અને લાયક છે. તેવા ઉમેદવારોને સાઈડલાઈન કરવા યોગ્ય નથી. તેનો જવાબ ક્ષત્રિય સમાજે બધા જ રાજકિય પક્ષો પાસે માંગવો જોઈએ આ સાથે ભારત દેશને પ્રથમ રજવાડુ સોંપનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવો જોઈએ એ માટે ક્ષત્રિય સમાજે અવાજ બુલંદ કરવો જોઈએ. આ સાથે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનને સ્કીલ મેળવનારનું છેલ્લા 20 વરસથી નિયમીતતાથી સન્માન કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ તકે પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ તેમના લાગણીસભર વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનો ક્ષત્રિય સમાજ માટેનો સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમ માત્ર ગુજરાતમાંજ નહી પણ ભારતભરમાં પ્રથમ છે. આ પ્રકારનો કાર્યક્રમ છેલ્લા 20 વરસથી ટાઈમ-ટુ-ટાઈમ આયોજનપૂર્વક અને સંપૂર્ણ સફળ રહે છે. દરેકે દરેક ક્ષત્રિય સમાજની સામાજીક સંસ્થાઓ માટે પણ ઉદાહરણરૂપ છે.
અબડાસા (કચ્છ)ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એ તેમની ગામઠી અને તળપદી ભાષામાં તેમનું વકતવ્ય આપી સમગ્ર શ્રોતાગણોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તેમણે ખાસ જણાવેલ છે, ભણતરની સાથે ગણતરની પણ જરૂરિયાત છે. ધંધા-વ્યવસાયમાં અને ખેતીમાં ટેકનીકલ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરો સાથે સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે. સાથે સાથે વ્યસનથી બચવા દરેક યુવાનોને ટકોર કરી છે. એમની લાક્ષણીક છટાથી સળગતું ન પકડવું એટલે કે, જાણ્યા, સમજયાં અને જોયા વીના કોઈપણ બાબતમાં આંધળુકિયા કુદી ન પડવાની પણ ટકોર કરી ક્ષત્રિય સમાજને સચેત રહેવા જણાવેલ હતું.
પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમારએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરિક્ષાને કેન્દ્રમાં રાખી મહારાણા સ્મૃતિ સંસ્થાન દ્વારા છેલ્લા 20 વરસથી અદ્ભુત સફળતા પૂર્ણ આયોજીત થતાં સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં અનેક વખત સાક્ષી બન્યાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે માત્ર દિકરીઓ માટે આર્મીની સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાની પધ્ધતિસર માહિતી આપી હતી. અને વિશેષ જણાવેલ કે, આ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર દિકરીબાઓશ્રીઓની ઉંમર 12 થી 16 વર્ષની હોય તો તે પ્રત્યેક પરિક્ષા આપી શકે છે. અને ખાસ ભારપૂર્વક જણાવેલ કે બહુ ઝડપથી આ પરિક્ષાની વિગતથી માહિતી વેબસાઈટ ઉપર જઈ મેળવી લેવી. કારણ કે આ માર્ચ મહિનામાં જ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય તેવું ખાસ જણાવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ડો. જીગરસિંહ બી. જાડેજા (બાવરીયા), પી. એમ. જાડેજા (સમાઘોઘા), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), દિલીપસિંહ આર. ગોહિલ (પચ્છેગામ), ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર), બકુલસિંહ જી. જાડેજા (મોટીવાવડી), ભરતસિંહ આર. રાણા (અડવાળ), કુલદિપસિંહ એન. રાઠોડ (ઇડર), એમ. પી. રાણા (કળમ), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા), શક્તિસિંહ જી. વાઘેલા (ભાડેર), સિધ્ધરાજસિંહ કે. જાડેજા (ડેરી) અને સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી વાવડી) અને ખઙજજ ના સર્વ કાર્યકર્તાશ્રીઓ અને સર્વ સાથી-સ્નેહિશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.
લેખન પ્રવૃત્તિથી સમાજમાં વ્યવસ્થા અને સંસ્કારના સિંચન થાય છે: એસ.બી.ગોહિલ
નિવૃત ડીવાયએસપી એસ.બી ગોહિલ જણાવ્યું કે,સંસ્થા દ્વારા આ વખતે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.લેખન પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપ્યું છે.સમાજમાં વ્યવસ્થા અને સંસ્કારના સિંચન લેખન પ્રવૃત્તિથી થઈ શકે છે. મારા પુસ્તકના 200થી વધુ એપિસોડ અબતકમાં પ્રગટ થયા છે. આ તકે અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાનો હું આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ ઘણા વર્તમાન પત્રોમાં મારા પુસ્તકના ધારાવાહિક પ્રકાશિત કરવામાં આવ્યા છે.