- કારખાનેદારને રૂ. 60 લાખ ત્રણ ટકા વ્યાજે આપી મકાન ગિરવે રાખી કોરા ચેક લઇ લીધા’તા
- રૂ. 70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાનો આક્ષેપ
ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજા વિરુદ્ધ કારખાનેદારે વ્યાજખોરીની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવી છે. રૂ. 60 લાખ ત્રણ ટકા વ્યાજે આપીને મકાન ગીરવે રાખી લઇ કોરા ચેક પણ લઇ લીધા હતા. દર મહિને લાખો રૂપિયા વ્યાજ સહીત કુલ રૂ. 70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની અસલ ફાઈલ પરત નહિ આપી ધમકી આપતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
શહેરના કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટી ગંગા એપાર્ટમેન્ટ સામે રહેતાં સુરેશભાઈ અમરસિંહભાઈ પરમાર (ઉવ.60) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) (રહે. આશાપુરા ફાઇનાન્સ બિગ બજાર) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, જુના માર્કેટીંગ યાર્ડ ઉપર ગજાનન રી-પાવરીંગ નામનું કારખાનુ ધરાવી વાહનની મજુરીકામ કરે છે. વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહીનામાં ધંધાના કામે રૂ.60 લાખની જરૂર પડતા તેમના 20 વર્ષ જુના મિત્ર યશપાલભાઇ પટગીર સાઇનગર ચોકમાં ભેગાં થતા તેને વાત કરતા તેમણે પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી જાડેજા) કે જેઓ વ્યાજે પૈસા આપે છે. જેમની ઓફીસ બીગ બજારમાં આવેલ છે તેવી વાત કરેલ છે અને કાલે સવારે આપણે રૂબરૂ મળી આવશું, તેમ વાત કરતા બાદ બીજા દિવસે સવારે તેઓ બંને બીગ બજારમાં પી.ટી જાડેજા ને રૂબરૂ મળવા ગયેલ હતાં.
બીગબજારમાં આવેલ ઓફિસમાં પી.ટી.જાડેજા સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. જ્યાં મારે ધંધા માટે 60 લાખની જરૂર છે તેવું કહેતા પી ટી જાડેજાએ કહ્યું હતું કે, વાંધો નહી પેલી તારીખ બાદ કરી દઈશ, હું મકાનના દસ્તાવેજ વગર પૈસા વ્યાજે આપતો નથી. જેથી સાથેના યશપાલભાઈએ પી.ટી.જાડેજાને કહેલ કે, મારા જુના મિત્ર છે અને તેઓને સાટાખત ઉપર પૈસા આપો જેથી તેઓને પૈસા ચુકવણી કરી ફરીવાર દસ્તાવેજ પોતાના નામે કરવાનો ખર્ચ ન થાય તેમ કહેલ તો પી.ટી.જાડેજાએ કહેલ કે, વાંધો નહી હું આવી રીતે આપતો નથી પણ યશપાલભાઈ તમારા લીધે આપીશ અને કહેલ કે, બે દિવસ બાદ ગોંડલ મારા વકીલ પાસે તમારા મકાનની દસ્તાવેજની ફાઇલ લઇને જજો અને ચેક કરાવી લેજો.
વકીલ પાસે જતાં તેણે મકાનના દસ્તાવેજની ફાઇલના બાકીના વેરા ભરી ફાઇલ કલીયર કરેલ અને મકાનની અસલ દસ્તાવેજની ફાઇલ વકીલે તેમની પાસે રાખી લીધેલ હતી. પી.ટી.જાડેજાના ગોંડલના વકીલે ફોન કરેલ કે, હવે તમે જાવ પી.ટી.જાડેજાને મળી લેજો, તેઓ બધા કાગળો તથા મકાનની અસલ દસ્તાવેજની ફાઇલમાં પી.ટી. જાડેજાની સહી લઇ તેઓને આપી દઈશ તેમ વાત કરતા તા.22/3/24 ના પી.ટી.જાડેજાની ઓફીસે ગયેલ અને ત્યા તેઓને મળેલ અને દર મહીનાનુ 3 ટકા લેખે રૂ.60 લાખ આપવાની વાત કરેલ હતી. ત્રણ મહીનાના 3 ટકા લેખે એડવાન્સ વ્યાજ પેટે રૂ.5.40 લાખ વ્યાજના કાપી રૂા.29.60 લાખ રોકડા આશાપુરા ફાયનાન્સની ઓફીસ પર આપેલ અને રૂ.25 લાખનું આરટીજીએસ કરી કુલ રૂ.54.60 લાખ તેઓને આપેલ હતા. તેની સિકયુરીટી પેટે 5-5 લાખના સાત ચેક લખાવી લઇ લીધેલ હતા.
શરતો નક્કી થયાં મુજબ દર મહીનાની 1 તારીખે તેઓ સાઇનગર ચોકમાં યશપાલભાઇને મહીનાના 3 ટકા લેખે વ્યાજના રૂ.1.80 લાખ રોકડા આપી દેતાં હતાં. ઓગષ્ટ મહીના સુધી નિયમિત 3 ટકા લેખે કુલ રૂ.10.80 લાખ ચુકવેલ હતાં. બાદ તા.21/8/24 ના પી.ટી.જાડેજાની ઓફીસમાં કામ કરતા હસુભાઈનો ફોન આવેલ કે, તમે મુદલની રકમ 11 તારીખે આપી જજો તો તેમને કહેલ કે, મારાથી પહોંચાય તેમ નથી હું તમને વ્યાજ આપી જઈશ તો હસુભાઈએ ના પાડી હતી. બાદ તે જ દિવસે યશપાલભાઈનો ફોન આવેલ કે, તમારે મુદલ રકમ પરત આપવાની છે જેથી યશપાલભાઈને કહ્યું હતું કે, પી.ટી.જાડેજા તમારૂ માનશે તો તમે તેમને કહો કે, હુ વ્યાજની રકમ આપી જાવ છુ. તા.30/8/24 ના યશપાલભાઈને સાઇનગર ચોકમાં રૂબરૂ મળેલ અને સપ્ટેમ્બર મહીનાના વ્યાજના રોકડા રૂા.1.80 લાખ આપેલ અને તે પી.ટી.જાડેજાને રૂબરૂ વ્યાજના પૈસા આપવા ગયેલ પરંતુ તેમને લીધેલ નહી કહેલ કે, સુરેશભાઇને કહેજો મુદલ આપી દે, બાદ તે જ દિવસે બપોરના કેકેવી ચોકમાં ફરીવાર યશપાલભાઈને મળેલ તો તેને કહેલ કે, પી.ટી.જાડેજા માનતા નથી તેઓ મુદલ માંગે છે. બાદ તા. 2/9/24 ના ફરીવાર હસુભાઇનો ફોન આવવાના ચાલુ થઇ ગયેલ અને કહેતા કે, એક કલાકમાં મુદ્દલના પૈસા દઇ જાવ નહીંતર માથાકુટ થશે અને સારાવાટ નહી રહે તેમ સતત ફોન કરતા રહેતા હતા.
જેથી તેઓ અને યશપાલભાઈ મુદલના પૈસાની વ્યવસ્થા કરવા માટે દોડા દોડી કરતા હતા. બાદ તા.5/9/24 ના યશપાલભાઇ વડોદરા ગયેલ ત્યારે તેઓના કહેવાથી પી.ટી. જાડેજાને રાતના 25-30 લાખ આવશે અને બાકીના આવતીકાલે ચેકથી તમને કરી દઇશ તેમ કહેતા પી.ટી.જાડેજાએ કહેલ કે, જો આજ રાત બાર વાગ્યા સુધીમાં પૈસા નહી આપ તો તારી અને યશપાલની જીદગી બગાડી નાખીશ, તમને બંનેને કયાયના નહી રહેવા દઉં અને રાજકોટ પણ રહેવા નહી દઉં તેમ કહી બેફામ ગાળો દઈ ધમકી આપવા લાગેલ હતાં.
તે દિવસે પી.ટી. જાડેજા સાથે ચાર થી પાંચ વાર ફોનમાં વાત થયેલ હતી. બીજા દિવસે પી.ટી.જાડેજાના માણસ હસુભાઇનો અડધો અડધો કલાકે ફોન આવતા અને કહેતા કે, તમે પૈસા લઇ તાત્કાલીક આવી જાવ નહીતર તમને તથા યશપાલભાઈને પી.ટી.જાડેજા બાપુ ચોકમાં લાવી મારશે બાદ કંટાળી તે દિવસે તેઓએ ફોન સ્વીચ ઓફ કરી નાખેલ હતો. બાદ તેઓના મોટાભાઇ પ્રવીણભાઇ પરમારને વાતની ખબર પડતા તા.10/9/24 ના તેઓની ઓફીસે યશપાલભાઈ તથા પ્રવીણભાઇ સોનીને રૂબરૂ બોલાવી પી.ટી.જાડેજાને આપવાના મુદલના રૂા.60 લાખ પેટે રૂા.30 લાખ પી.ટી.જાડેજાના ખાતામાં જમાં કરી બાદ રૂ.29.60 રોકડા આપેલ હતા.
પૈસા પરત આપ્યા બાદ પણ મકાનની ફાઈલ પરત ન આપી
પૈસા પરત આપી દીધા બાદ તે જ દિવસે રાતના આઠ વાગ્યે પ્રવીણભાઇ સોનીનો ફોન આવેલ કે, પી.ટી.જાડેજા આવેલ નથી એટલે દસ વાગ્યે બધા દસ્તાવેજની ફાઇલ આપી જઇશ તેમ છતા ફાઇલ આપેલ નહી. બે દિવસ બાદ તેઓ તેમના પત્નીની સારવાર અર્થે દેવ હોસ્પીટલે હતો ત્યારે તેમના મીત્ર ધર્મેન્દ્રભાઇ સોનીનો ફોન આવેલ કે, પ્રવીણભાઈ સોનીનો ફોન આવેલ હતો કે મુદલના રૂ.60 લાખ તમે પી.ટી.જાડેજાને મોડા ચુકવેલ છે એટલે તે રકમનુ એક મહિનાનુ 10 ટકા લેખે વ્યાજ ચુકવવુ પડશે નહીતર તેઓ ફાઇલ આપવાની ના પાડેલ છે.