સોમવારે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે
500 થી વધુ લોકો રાજપૂતી પોશાકમાં શોભાયાત્રામાં જોડાશે: આયોજકોએ લીધી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
હિંદવા સુરજ રાજપુત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ તા. રર ને સોમવારના શુભ દિવસે રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ જીલ્લામાં રાજમાતા જયવંતાબાઇ ની કુખે જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્ય, સમર્પણ ની મુરત રુપ મહારાણા પ્રતાપસિંહજી ના જન્મ જૈન સુદ 3 વિકમ સંવત 1597 ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમિ અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપુત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજી ને કોટી કોટી વંદન, શ્રી મહારાણા પ્રતાપસિંહજી ના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું ખુબ જ મુશ્કેલી અને કઠોળ સમયમાંથી પસાર થયેલ છે. એમણે અનેક ધર્મ યુઘ્ધો લડીયા અને જીતેલા છે. તેમાંથી બે મોટા યુઘ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુઘ્ધમાં દિવેરનું યુઘ્ધ અને હલદીઘાટીનું યુઘ્ધ જગ પ્રસિઘ્ધ છે. હલદીઘાટીનું યુઘ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનિકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી.
આ મહા યુઘ્ધમાં મુખ્ય સેના નાયકો ભીમસિંહજી ડોડીયા, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહજી પરમાર, રામશાહ તંવર, કુંવર શાલીવાહન, તોમર, સહીતપોતાના બલીદાન આપીને ધર્મ તથા માતૃભુમીનું રુણ ચુકવ્યું હતું. મહારાણાપ્રતાપના સ્વામી પ્રેમી અશ્ર્વ ચેતકનું બલીદાન પણ અવીસ્મરણીય છે. મહારાણા પ્રતાપના જીવનમાં એમના પરિવારજનો તથા અમેના ધર્મપત્ની અજબદે પવારનો ત્યાગ સમર્પણ પ્રેરણાદાયી છે. આ હલદીઘાટીની યુઘ્ધ ભુમીમાં સર્વે યોઘ્ધાના બલીદાનથી એક વિશાળ જગ્યાએ લોહીનું તળાવ રકત તલાઇ બની ગયું હતું. તે જગ્યા હાલમાં મોજુદ છે. યુઘ્ધના વર્ષો બાદ પણ તે યુઘ્ધ ભુમિ હલદીઘાટીની માટીમાંથી હાલ પણ હથીયારો તલવારો વગેરે મળી આવે છે.
આ હિંદના શુરવીર યોઘ્ધા સિસોદીયા કુળ દિપક મહારાણા પ્રતાપસિંહજી ની 483મી જન્મ જયંતિ નીમીતે તા. રર-પ-23 ને સોમવારના રોજ સાંજે 4.30 કલાકે સોરઠીયાવાડી ચોક, મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મ જયઁતિનું આયોજન કરેલ છે. જે માં સવારે મહા આરતી, પુષ્પાંજલી અને ભવ્ય શોર્યયાત્રા નું ભવ્ય આયોજન ક્ષત્રીય કરણી સેના પરિવાર તથા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ જન્મ જયંતિ ના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિંદુ સમાજ તથા ક્ષત્રીય રાજપુત સમાજને ભાવભર્યુ આમંત્રણ છે. આ કાર્યક્રમનું આયોજન ક્ષત્રીય કરણી સેના પરિવાર તથા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા થઇ રહ્યું છે.
શૌર્યયાત્રા પ્રસ્થાન, શ્રી મહારાણા પ્રતાપ પ્રતિમા (સોરઠીયા વાડી સર્કલ) 80 ફુટ બાપુનગર મેઇન રોડ જીલ્લા ગાર્ડન ચોક રામનાથ પરા મેઇન રોડ રામનાથપરા કારડીયા રાજપુત ચોક, ગરુક ગરબી ચોક, કોઠારીયા નાકા ચોક, ભુપેન્દ્ર રોડ સાંગણવા ચોક, ત્રિકોણ બાગ, લીમડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ, શૌર્ય યાત્રા પુર્ણ
કાર્યકમની વિગત આપવા ચંદુભા પરમાર, કીશોરસિંહ રાઠોડ, સહદેવસિંહ ડોડીયા, ધીરુભા ડોડીયા, રાકેશસિંહ રાઠોડ, મૌવલિંકસિંહ વાઢેર, ભાવસિંહ ઓરા (મહિયા), યુવરાજસિંહ ભાટ્ી, અનિલસિંહ પરમાર, અશોકસિંહ પરમાર, દીપકસિંહ ઝાલા, નીલેશસિંહ ડાભી, જગદીશસિંહ બારડ, મોહિતસિંહ સીંધવ, મહેશસિંહ રાજપુત, ભૌવતિકસિંહ ઝાલા, અજયસિંહ પરમાર, યુવરાજસિંહ ડોડીયા, હીતુભા ડોડીયા, રણજીતસિંહ જાદવ, હારદિકસિંહ ચાવડાએ ‘અબતક’ ની મુલાકાત લીધી. તથા ક્ષત્રીય કરણી સેના પરિવાર દ્વારા બાગેશ્ર્વર ધામ પીઠાધિશ્ર્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રાજકોટ પધારી રહ્યા છે ત્યારે કરણી સેના પરિવારે ટેકો જાહેર કર્યોે હતો.