પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી.જયપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો રહેશે ઉ5સ્થિત
ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલિત માત્રને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના ધોરણ 1 થી 8 ના તમામ દીકરાઓ – દીકરીબાનું સન્માન આવતા રવિવારે પ, માર્ચના રોજ હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં બપોરે 2.00 કલાકે ભવ્યાતી ભવ્ય વિદ્યાર્થી સત્કાર સન્માન સમારંભ “ગુદડી કા લાલ” (ગુદડી કા લાલ એટલે ચિંથરે વીટળાયેલું રતન) યોજાશે. આ કાર્યક્રમમાં સરકારી શાળામાં ભણતા ગિરાસદાર ક્ષત્રિય સમાજ ધો.1 થી 8ના 250થી વધુ બાળકોને સન્માનિત કરાશે.
આ કાર્યક્રમની સ્પોન્સરશીપ વિજયસિંહ જે. જાડેજા – (શ્રી રાજ સિક્યુરીટી) તરફથી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ જયપાલસિંહ રાઠોડ (એસ.પી- રાજકોટ ગ્રામ્ય), ભાવનાબા ઝાલા (ડે. કલેકટર સુ.નગર), સી.જે ચાવડા (ધારાસભ્ય- વિજાપુર), ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (કાર્યકારી પ્રમુખ – કોંગ્રેસ), નરેન્દ્રસિંહ જાડેજા (કોર્પોરેટર વોર્ડ – 3), વિજયસિંહ ઝાલા (સમાજ અગ્રણી) વગે2ે મહેમાનો ઉપસ્થિત રહેશે.
માત્રને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા ક્ષત્રિય સમાજના તમામ દીકરા- દીકરીઓને પ્રમાણપત્ર સાથે શૈક્ષણિક કીટ – સ્કૂલબેગ, ફૂલસ્કેપ નોટબુક, પેન-પેન્સિલ વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ માટે આ પ્રકારનો અદ્ભૂત અને અતિ વિશિષ્ટ કાર્યક્રમ કરતી પ્રથમ સંસ્થા છે. સંસ્થાના પ્રમુખ ક્રિપાલસિંહ રાણા (સદાદ), ઉપપ્રમુખ પૃથ્વીસિંહ જેઠવા (મોરાણા), પ્રવક્તા દિગ્વિજયસિંહ વાઘેલા (ધિંગડા), મંત્રી શક્તિસિંહ વાઘેલા (ભાડેર), સહમંત્રી રાજદીપસિંહ જાડેજા (વડાળી), જયદીપસિંહ જાડેજા (માંડવા), કિર્તીસિંહ જાડેજા (વાધરવા), પુષ્પરાજસિંહ ગોહિલ (લંગાળા) વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અને વિગત આપવા આયોજકોએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.