- આ મતદાન એક ઐતિહાસિક મતદાન સબીત થશે :પી ટી જાડેજા
Loksabha Election 2024 : લોકસભા ૨૦૨૪ની ત્રીજા તબક્કાની ચૂંટણી ગુરુવારે યોજાઇ ત્યારે ગુજરાતમાં રાજકોટથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપલના એક નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, જે બાબતે નારી અસ્મિતા પર વાર થયો હોય તેનો વિરોધ દર્શાવાયો હતો. ત્યારે હસે જ્યારે આ અસ્મિતા આંદોલનનો બીજો ભાગ એટ્લે કે પાર્ટ 2 ચાલી રહ્યો છે. અને એ સમયે 7 મે ના દિવસે ગુજરાતમાં મતદાન યોજાયું જેમાં બહોળા પ્રતિષાદ સાથે ક્ષત્રિય સમાજ મતદાન કરવા આગળ આવ્યો છે, જેની અસર ચોક્કસ પણે ચૂંટણી પરિણામો પર પાડવાની એ નક્કી છે.
ક્ષત્રિય સમાજ પહોચ્યો મતદાન કરવા
ક્ષત્રિય સમાજના આગેવાન P T જાડેજાના જણાવ્યા અનુસાર, આ મતદાન એક ઐતિહાસિક મતદાન સબીત થશે. જે લોકોને મતદાનની સ્લીપ નથી મળી એ લોકોને મતદાન સ્લીપ પહોચડવામાં આવી છે. ત્યારે આ સમયે હર્ષોલ્લાસથી મતદાન કરવા આવી રહ્યા છે. ગામડામાં તો એવું મતદાન થાય છે અને એ પણ એક તરફી મતદાન થયી રહ્યું છે. ગામના સરપંચ લોકોને ભેગા કરી મતદાન મથક પહોચી રહ્યા છે. તેમજ ૧૦-૧૦ લોકોની ટિમ અત્યારથી જ દરેક વિસ્તારમાં આ યુવાનોની ટીમ ટેબલ રાખીને લોકોને મતદાન અંગે માર્ગદર્શિત કરશે.
ક્ષત્રિયોનું કેટલા ટકા મતદાન થશે
ગામડામાં બહેનો ખરીદી કરવા પણ બહાર નથી નીકળતી ત્યારે આ વખતે ભાએનો દીકરીઓ અને વૃધ્ધો પણ મતદાન કરવા આગળ આવવાના છે. અને ૧૦૦% મતદાન કરીશું. એટ્લે જ આ ચૂંટણીનું મતદાન ઐતિહાસિક સાબિત થશે. આ સમયે ૫ બેઠકોને તો ક્ષત્રિય આંદોલનની અસર ચોક્કસપણે થવાની. : P T જાડેજા