ખ્યાતનામ સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવીને સેવાકાર્યોમાં અગ્રેસર રહેનાર મૌલેશભાઈ ઉકાણીનું અદકે‚ સન્માન

સામાજિક સેવાકાર્યોમાં ખૂબ ઉત્કૃષ્ટ યોગદાન બદલ દર વર્ષે એસએચટીસી ટ્રસ્ટ આરકે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતો કે.એસ.પટેલ સોશિયલ ઈમ્પેકટ એવોર્ડ આ વર્ષે બાન લેબ્સનાં મેનેજિંગ ડિરેકટર મૌલેશભાઈ ઉકાણીને એનાયત કરવામાં આવ્યો છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવનાર મૌલેશભાઈ સામાજિક સેવાકાર્યોમાં પણ ખૂબ અગ્રેસર છે.

સામાજિક સુધાર પ્રત્યેનો એમનો અભિગમ અને સતત થતાં પ્રયત્નો ખૂબ નોંધપાત્ર છે. મૌલેશભાઈને આ એવોર્ડ એસએચટીસી ટ્રસ્ટના ચેરમેન અને આરકે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ખોડીદાસભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યો. આ સમારંભમાં આરકે યુનિવર્સિટીના એક્ઝિકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ડેનિશ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ મોહિત પટેલ અને રજિસ્ટ્રાર એન.એસ.રામાણી હાજર રહ્યાં હતા.

કોઈપણ વ્યવસાય કે સંસ્થા સામાજિક સુધાર લાવવામાં પોતાનું યોગદાન આપે તે રાષ્ટ્ર અને રાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મહત્વની બાબત થછે. આવા હકારાત્મક પ્રયત્નો થકી રાષ્ટ્રને મજબૂત બનાવવા વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવવા માટે આપવામાં આવતો કે.એસ.પટેલ સોશિયલ ઈમ્પેકટ એવોર્ડ અન્યોને પણ સામાજિક ક્ષેત્રે એમનું યોગદાન આપવાની પ્રેરણા પૂરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.