Pulkit Samrat Pehli Rasoi: કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયા પર પુલકિત સમ્રાટના પ્રથમ કિચનની તસવીરો શેર કરી છે. કૃતિએ એ પણ જણાવ્યું કે પુલકિતે તેના સાસરિયાઓ માટે હલવો બનાવ્યો છે.
અભિનેત્રી કૃતિ ખરબંદા અને પુલકિત પુલકિત સમ્રાટના લગ્ન 15 માર્ચ, 2024ના રોજ માનેસરના એક લક્ઝરી રિસોર્ટમાં થયા હતા. લગ્ન પછી કૃતિ અને પુલકિત સતત તેમના લગ્ન અને વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો માટે શેર કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે કૃતિ ખરબંદાએ પુલકિત સમ્રાટના લગ્ન પછીના પહેલા કિચનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કૃતિએ તેના પતિ પુલકિત માટે ધીરજનું ફળ કહીને એક લાંબી પોસ્ટ પણ લખી છે અને નઝરબટ્ટુના ઈમોજી સાથે ‘થુ-થુ-થુ’ લખ્યું છે.
પુલકિતે સાસરિયાઓ માટે હલવો બનાવ્યો
કૃતિ ખરબંદા એ તાજેતરમાં જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર પુલકિત સમ્રાટના રસોડામાં હલવો બનાવતી તસવીરો પોસ્ટ કરી છે. કૃતિ ખરબંદાએ તસવીરો સાથેની લાંબી પોસ્ટમાં પુલકિત પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. કૃતિએ લખ્યું- ‘ગ્રીન ફ્લેગ એલર્ટ! ગઈકાલે કઈક અલગ જ થયુ અને મને ફરી એકવાર પ્રેમ થયો. મેં વિચાર્યું ન હતું કે તે થઈ શકે છે, પરંતુ તે થયું. પુલકિતનું પહેલું કિચન ગઈ કાલે થયું. હું રસોડામાં ગય અને જોયું કે તે હલવો બનાવી રહ્યો હતો. મેં પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો અને તેણે એકદમ સામાન્ય રીતે કહ્યું – હું હલવો બનાવું છું, આ મારું પહેલું રસોડું છે. પછી મેં હસીને કહ્યું, પહેલું રસોડું છોકરીનું હોઈ બેબી. તો તેણે જવાબ આપ્યો – તો શું બેવકૂફ, આપડે નક્કી કર્યું હતું કે આ સંબંધમાં બધી જવાબદારી આપડે સમાન રીતે નિભાવીશું. તમે તેને દિલ્હીમાં અમારા ઘરે બનાવ્યું હતું, તો હું અહીં અમારા પરિવાર માટે બેંગ્લોરમાં બનાવી રહ્યો છું. સિમ્પલ!’
કૃતિએ પુલકિત પર પોતાનો પ્રેમ વરસાવ્યો
કૃતિ ખરબંદા પુલકિત પર પ્રેમ વરસાવતા લખ્યું – ‘તેણે સિમ્પલ શબ્દનો ઉપયોગ કર્યો. હા. ખૂબ જ કેઝ્યુઅલ રીતે તેણે બધું બદલી નાખ્યું અને સરળ શબ્દનો ઉપયોગ કર્યો. અને તેમાં બધું સાચું હતું. આ બધું ખૂબ સિમ્પલ હતું. પુલકિત તમે મારી સાથે છો તે શ્રેષ્ઠ બન્યું છે, મને કહેવા બદલ આભાર, તમે મારો શ્રેષ્ઠ નિર્ણય છો તે મને કહેવા બદલ આભાર. તું ધીરજનું ફળ છે બેબી તું સ્વીટ છે! થુ થુ થુ.’ કૃતિએ નજરબટ્ટુ અને ઈમોશનલ ઈમોજીનો પણ ઉપયોગ કર્યો હતો. પુલકિત સમ્રાટના પહેલા કિચન અને કૃતિની પ્રેમથી ભરેલી પોસ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.