કંઈક કરી છુટવાની ભાવના અને દ્રઢ મનોબળથી છેલ્લા પાંચ વર્ષમાં સ્મશાનની અંદર જાત-જાતના વૃક્ષો અને વનસ્પતિઓનો ઉછેર કરી પ્રેરણા સ્ત્રોત બનતા લાલજીભાઈ પટેલ
પરોપકારી જીવન જીવવું એ વ્યક્તિ પોતાના કર્મથી નકકી કરતું હોય છે, સ્વાર્થની આ દુનિયામાં લોકો સ્વઆત્મ સુખી એ જ વિચારી હંમેશા વ્યવહાર કરતા હોય છે. પરંતુ આજે અગરબતીની વાત કરીએ તો પોતે સળગે અને બીજાને સુગંધ આપે તે તેનું કર્મ છે. આવું જીવન જીવવાની લોકોમાં હંમેશા વિચારણાઓ ચાલતી હોય છે પરંતુ તેની પર ચાલવું તે શકય બનતું નથી. ત્યારે સંસારમાં રહી વ્યક્તિએ સાંસારીક જીવન સાથે પારિવારીક જવાબદારીઓ પણ નિભાવવી પડતી હોય છે.
જીવનમાં બધી જ જવાબદારી સંપૂર્ણપણે નિભાવવા વ્યક્તિ હંમેશા પરિપક્વ થવાની કોશીષ કરતો રહે છે. ત્યારે કૃષ્ણનગર ગામની વાત કરીએ તો ત્યાંના મુક્તિધામ-સ્મશાનને પોતાની કર્મભૂમિ બનાવી લાલજીભાઈ પટેલે લોકો માટે એક પ્રેરણા સંદેશ આપ્યો છે. લાલજીભાઈએ પોતાની સાંસારીક જીવાબદારીમાં રહી તેને સંપૂર્ણપણે નિભાવી છે ત્યારબાદ સમાજ અને પ્રકૃતિ માટે કંઈક કરી છુટવાની ભાવના અને દ્રઢ મનોબળથી છેલ્લા પાંચ વર્ષમાં સ્મશાનની અંદર જાત-જાતના વૃક્ષો અને વનસ્પતિઓનો ઉછેર કર્યો છે જે લોકો માટે આજે કૃષ્ણનગર સ્મશાન એ સુંદરવન સમાન બન્યું છે.
જીવનને કર્મભૂમિ બનાવી હંમેશા સેવાના કાર્યમાં તત્પર: લાલજીભાઈ પટેલ
કૃષ્ણનગર ગામના પૂર્વ સરપંચ લાલજીભાઈ પટેલે ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારા જીવનમાં અસંખ્ય ઉતાર ચડાવ આવ્યા છે પરંતુ સમય સાથે મેં પરિવર્તનને અપનાવ્યું છે. નાનપણના સમયની વાત કરું તો અમારી પરિસ્થિતિ નબળી હતી પરંતુ મને વિશ્વાસ હતો કે મારે સફળ કારકિર્દી ઉભી કરવી છે. ઘણાં સંઘર્ષ બાદ આજે હું એક મુકામે પહોંચ્યો છું ત્યારે હંમેશા મને વિચાર થતો કે જીવનમાં બધી જવાબદારીઓ પૂરી કરી છે ત્યારે મને વિચાર થયો કે સમાજ માટે અને પ્રકૃતિ માટે હજી મારે ઘણું કરવું છે સમાજની અંદર રહી કઈ સેવાઓ અત્યારે જરૂરી છે તેનો મને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે અને જરૂરિયાતમંદ લોકોની મદદે હંમેશા આગળ આવ્યો છું એ જ રીતના અમારા ગામના સ્મશાનની વાત કરું તો વ્યક્તિનું દેહત્યાગનો છેલ્લો રસ્તો સમશાન છે ત્યાં લોકો શોક મનાવે છે પરંતુ મારે આ મુક્તિધામચને પ્રકૃતિના ઘરેણામાં રૂપાંતર કરવાનો દ્દઢ નિશ્ચય કર્યો હતો ત્યારે મેં નક્કી કર્યું કે સ્મશાનની અંદર હું પ્રાકૃતિક સૌંદર્યને ઊભું કરીશ છેલ્લા પાંચ વર્ષના મારા અથાગ મહેનતને સાચી નિષ્ઠોને કારણે સ્મશાન અંદર પ્રકૃતિના વૃક્ષ અને છોડ વાવ્યા છે જે મનુષ્યને ડગલે ને પગલે કામ આવે તેવા છોડ પણ અહીં અમે વાવ્યા છે તેમજ જો વાત કરું તો એવી એક વસ્તુ નથી કે જે આ સ્મશાનમાં અત્યારે વાવવામાં આવી ન હોય તે પછી રુદ્રાક્ષ, ખેતકી, એલોવેરા દેશી ઓહડીયાના વનસ્પતિ હોય આજે લોકો સ્મસાનમાં જતા વિચાર કરતા હોય છે પરંતુ અહીં લોકો નિજાનંદ કરવા આવતા હોય છે તેમજ વિવિધ પક્ષીઓ અને ખિસકોલીઓ માટે રોજે સવાર સાંજ ચણ પણ નાખું છું, અમારા ગામના નાના ભૂલકાઓ તેમનો સમય પસાર કરવા વડીલો સાથે અહીં આવે છે જીવનમાં હજુ ઘણા સેવા અને પ્રકૃતિ માટે કર્યો કરવા તત્પર રહીશ.
અગરબત્તી જેવું જીવન જીવી પ્રેરણારૂપ બનતા લાલજીભાઈ: શિવાભાઈ લીંબાસીયા
શિવાભાઈ લીંબાસીયાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં દરેક જવાબદારીઓ આવતી હોય છે. સાંસારીક જીવનમાં હંમેશા પારિવારીક જવાબદારી મોખરે રહેતી હોય છે. સાથે સમાજની અંદર પણ વ્યવહારોમાં મનુષ્ય સંકળાયેલો રહેતો હોય છે. આજે મને ગર્વ થાય છે કે, લાલજીભાઈ જેવા વ્યક્તિ જે અગરબી જેવું જીવન જીવી પ્રેરણારૂપ બનતા હોય છે. છેલ્લા દસ વર્ષથી હું લાલજીભાઈથી પરિચીત છું, આ વ્યક્તિની જીવનશૈલી પરિવર્તન સાથે હંમેશા બદલતી રહી છે. પારિવારીક સંપૂર્ણ જવાબદારી નિભાવ્યા પછી માણસ નિવૃત થતું હોય છે પરંતુ લાલજીભાઈ સમાજ અને પ્રકૃતિ માટે પોતાનું જીવન નિર્વાહ વિતાવવાનું નક્કી કર્યું ત્યારે જો ગામની વાત કરીએ તો બે ટર્મ સુધી સરપંચ રહી ગ્રામજનોને ખુબજ સેવાઓ આપી છે. એવી જ રીતે કૃષ્ણનગરના સ્મશાનની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર સ્મશાનને સુંદરવન બનાવ્યું છે. લોકો અહીં શોક મનાવવા નહીં પરંતુ આનંદ માણવા આવે છે. આ સ્મશાનની અંદર અત્યારે દરેક જાતના વૃક્ષો વાવ્યા છે તેમજ દરેક જાતની વનસ્પતિ અહીં વાવવામાં આવી છે. તેમજ રૂદ્રાક્ષ, ખેતકી, એલોવેરા જેવી વનસ્પતિઓ પણ અહીં ઉપલબ્ધ છે. લાલજીભાઈનો નિત્યક્રમ છે સ્મશાનમાં સવારે ચણ નાખવાનો, વિવિધ જાતના પક્ષી અને ખીસકોલીઓ જેવો જ ચણ નાખવાનો સમય થાય એટલે તરત જ ચણવા આવી જાય છે. વૃક્ષ અને વનસ્પતિના માવજતમાં કોઈપણ જાતની કચાસ કરવામાં આવતી નથી. તે પોતાના જીવનમાં અત્યારે એકમાત્ર આ સ્મશાન પાછળ જ તેમનો અમુલ્ય સમય વિતાવી રહ્યાં છે અને તેમની કામગીરી સરાહનીય છે જે લોકો માટે પ્રેરણારૂપ બની છે.