કચ્છી લેઉવા પટેલ સમાજખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં સામેલ થતા સ્વામીજી
હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિચરણ કરનારા સ્વામી માધવપ્રિયદાસજી યુ.કે.ના રમણીય વિસ્તાર વેલ્સમાંઆવેલા કાર્ડિફ શહેર ખાતે પધાર્યા હતા.કાર્ડિફ ખાતે પૂ.સ્વામીજીનું આગમનથતાં ભાવિક ભક્તજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.પૂજ્ય સ્વામીજીના સત્સંગનો સવિશેષ લાભ લેવા માટે ભાવિકજનોએ કચ્છી લેવા પટેલ સમાજખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કર્યું હતું. આ કથા દરમિયાન પોથીયાત્રા,શ્રીરામ પ્રાગટ્યોત્સવ, શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સ વ, અન્નકૂટોત્સ વ,શ્રીકૃષ્ણ-રૂક્મિણી વિવાહ વગેરે પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા.સ્વામીજીએ ભાગવતજીના મંગલ પ્રસંગોની સાથે તેમના મર્મો સમજાવ્યા હતા.
સ્વામીજીએ ભાગવતજીના દિવ્ય મહિમાનું વર્ણનકરતા જણાવ્યું હતું કે, હિંદુ ધર્મના ભાગવતજી જેવા શાસ્ત્રોઅમર છે. હિંદુ શાસ્ત્રોમાંથી વર્તમાન સમયને ઘણું બધું શીખવાની જરૂર છે. ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે જરૂર હતી ત્યારે વાંસળીના સુંદર સૂર રેલાવ્યા પરંતુ જ્યારે જરૂરીયાત જણાય ત્યારે શત્રુઓને ધ્રુજાવનાર પાંચજન્ય શંખનો ઘોષ કરીને હાથમાં સુદર્શન ચક્રને પણધારણ કર્યું છે. આજે હિંદુ ધર્મની રક્ષા માટે પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડશે. વાંસળીના સૂર ઘણા રેલાવ્યાહવે શંખનાદ કરવાની જરૂર છે.
આ પ્રસંગે કથાનું શ્રવણ કરવા માટે કાર્ડિફ નિવાસી ભક્તજનોનો વિશાળ સમુદાય એકત્રિતથતો હતો. સનાતન મંદિરના પ્રમુખ હરેશભાઈ પટેલ, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ રાજેશભાઈ જાદવા, રમેશભાઈ કેસરા તથા સમસ્ત ટ્રસ્ટી સભ્યો તથા ભાવિકભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.