જતીન દેત્રોજા 633 માર્કસ, અભિજીત શુક્લા 622 માર્કસ, ધ્રુવ બાલચંદાની 618 માર્કસ, પુજા બૈદ્ય 578 માર્કસ અને રોય અદિતીએ 571 માર્કસ મેળવી ક્રિષ્ના સ્કૂલનું ગૌરવ વધાર્યુ
ગઇકાલે જાહેર થયેલાં નીટ-2021ના પરિણામમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થી રૂતુલ છગનું ઓઇ ઇન્ડિયા રેન્ક-5 અને 720માંથી 715 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાકે આવેલ છે તેમજ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના જતીન દેત્રોજા 633 માર્કસ, અભિજીત શુક્લા 622 માર્કસ, ધ્રુવ બાલચંદાની 618 માર્કસ, પૂજા બૈદ્ય 578 માર્કસ, રોય અદિતિ 571 માર્કસ સાથે સફળતા પ્રાપ્ત કરી સ્કૂલ અને પરિવારનું ગૌરવ વધારેલ છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન નીટમાં ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક મેળવનાર રૂતુલ છગએ જણાવ્યું હતું કે હું ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરૂં છું. કોડિનારનો વતની છું. આજે નીટનું પરિણામ જાહેર થયું છે. 720માંથી 715 માર્કસ મેળવ્યા છે. મારી મહેનતનું ઉત્તમ પરિણામ આવ્યું છે. મને ખૂબ જ ખુશી છે. કોરોનાની મહામારીના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું. ઓનલાઇન ભણતાં તેમાં મેઇન હું તમામ લેક્ચર પર ધ્યાન આપતો મને ડાઉટ્સ આવતા તેને હું તરત જ ક્લીયર કરતો મારું મેઇન ફોક્સ એનસીઆરટી પર હતું.
મને તૈયારી કરતી વખતે ઘણી વખત ઓછા માર્કસ આવતા ત્યારે પરિવારે પૂરો સપોર્ટ કરેલ મને મોટીવેટ કરતાં સ્કૂલ દ્વારા મને પેપર મોકલવામાં આવતા અને જરૂરી તમામ માર્ગદર્શન થકી આજે સારામાં સારૂં પરિણામ મેળવી હવે હું આઇઆઇએમ- દિલ્હીમાં જવાનો છું. જ્યાં પહેલા એમબીબીએસ કરીશ ત્યારબાદ મને ન્યૂરો સર્જન બનવું છું.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના તન્મય વાળાએ જણાવ્યું હતું કે નીટ અને બોર્ડમાં સારૂં પરિણામ આવે તે માટે વિદ્યાર્થીઓને અને એનસીઆરટી વાંચવા માર્ગદર્શન આપવા. સ્કૂલમાં ચાલેલ તમામ વર્કને વાંચવું અને ઘરે તેનું રિવીઝન કરવું. નીટમાં સારો સ્કોર મેળવવા માટે તેમાં પણ નીટમાં બાયોલોજીનું મહત્વ હોય ત્યારે વિદ્યાર્થીઓને લાઇન ટું લાઇન યાદ રખાવા, મહેનત કરેલ, ઓનલાઇન સમયગાળામાં બાળકો સાથે વન ટુ વન વાત કરવું અધરું હતું. પરંતુ અમે વોટ્સએપ મારફતે વાત કરતાં અને તેમને હોમવર્ક આપતા તેમને રિટર્ન વર્ક કુરીયર મારફતે મોકલતાં.
એલેન રાજકોટના 13 વિદ્યાર્થીઓએ 600થી વધુ ગુણ મેળવ્યાં
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલ દેશની સૌથી મોટી અને એકમાત્ર મેડીકલ પ્રવેશ પરીક્ષાના પરિણામમાં એલેન કેરીયર ઇન્સ્ટિટ્યુટ રાજકોટે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. એલેન રાજકોટના સેન્ટર હેડ રજનીશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે નીટમાં શ્રેષ્ઠ પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમસ્થાન મેળવવાની પરંપરા આ વર્ષે પણ એલેન રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
એલેન રાજકોટના વિદ્યાર્થી રૂતુલ છગે 720માંથી 715 ગુણ અને ઓલ ઇન્ડિયા રેન્ક-5 મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમસ્થાન મેળવ્યું છે. જ્યારે એલેન રાજકોટની વિદ્યાર્થીની કાવ્યા તરાવીયાએ 695 માર્કસ અને ઓઇ ઇન્ડિયા રેન્કમાં 293મો રેન્ક મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં નામ રોશન કર્યુ છે.
આ સાથે નીટ-2021માં એલેન રાજકોટના 13 વિદ્યાર્થીઓએ 600 કે તેથી વધુ ગુણ મેળવ્યાં છે. જ્યારે 50 વિદ્યાર્થીઓએ 500 કે તેથી વધુ ગુણ મેળવી રાજકોટમાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે. આ માટે આજે એલેન ઇન્સ્ટિટ્યુટ દ્વારા સયાજી હોટેલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.