૨૪મીએ રાત્રે ૧૨ વાગ્યે ઠાકોરજીના જન્મદર્શન તેમજ ૨૫મીએ સવારે ૭ વાગ્યે પારણા ઉત્સવ દર્શન દ્વારકા ઉત્સવના આયોજનને લઈ કલેકટરના અધ્યક્ષ સને સર્કિટ હાઉસમાં બેઠક મળી

દ્વારકા ખાતે આગામી શનિવારના રોજ દ્વારકાધિશ મંદિરમાં ૧૨-૦૦ વાગ્યે શ્રી ઠાકોરજીના દર્શન યોજાશે. વહિવટદાર કચેરી દ્વારકાધિશ મંદિર દ્વારકાના જણાવ્યા અનુસાર તા.૨૪ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ (૧) મંગલા આરતી ૬-૦૦ કલાકે, મંગલા દર્શન ૬-૦૦ થી ૮-૦૦, શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન ૮-૦૦ કલાકે, શ્રીજીને અભિષેક પશ્ચાત પુજન (પટ/દર્શન બંધ રહેશે) ૯-૦૦ કલાકે, શ્રીજીને સ્નાન ભોગ અર્પણ ૧૦-૦૦ કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ અર્પણ ૧૦-૩૦ કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી ૧૧-૦૦ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ અર્પણ ૧૧-૧૫ કલાકે, શ્રીજીને રાજભોગ અર્પણ ૧૨-૦૦ કલાકે, અનોસર (બંધ) ૧-૦૦ થી ૫-૦૦ તેમજ સાંજનો સમય ઉત્થાપન દર્શન ૫-૦૦ કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ અર્પણ ૫-૩૦ કલાકે, શ્રીજીને સંધ્યાસ ભોગ અર્પણ ૭-૧૫ કલાકે, શ્રીજીની સંધ્યાી આરતી ૭-૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ અર્પણ ૮-૦૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮-૩૦ કલાકે શ્રીજી શયન (મંદીર બંધ) ૯-૦૦ કલાકે તેમજ શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે ૧૨-૦૦ કલાકે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન તેમજ ૨-૩૦ કલાકે શ્રીજી શયન (મંદિર બંધ)નું આયોજન છે. આ તકે. દ્વારકા ખાતે આગામી તા.૨૩/૨૪ ના રોજ જન્માષ્ટમી ઉત્સ૨વ-૨૦૧૯ યોજાનાર છે. આ સમય દરમિયાન દર્શનાર્થી અને યાત્રીકોની ભીડ મોટા પ્રમાણમાં રહે છે. દ્વારકા ઉત્સવના આયોજન માટે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ દ્વારકા ખાતે બેઠક મળી હતી.

બેઠકમાં કલેકટર મીનાએ સ્થાનિક અને બહાર ગામથી આવતા આત્રિકો બહોળા પ્રમાણમાં આ જનમાષ્ટ મી ઉત્સવના કાર્યક્રમનો લાભ લઇ શકે તેવું આયોજન કરવા તથા દ્વરકા ઉત્સવ-૨૦૧૯ સુઆયોજિત રીતે યોજાય અને સંપન્ન થાય તે માટે લાગતા વિભાગો / કચેરીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કર્યા હતા.

દ્વારકા ઉત્સવ કાર્યક્રમ તા. ૨૩-૨૪ ના રોજ રાત્રે ૦૮-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન ગોમતી ઘાટ દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવશે જેમાં  તા.૨૩ ના રોજ પ્રાચિન ગરબા, મીશ્ર રાસ, ગોપી રાશ, કૃષ્ણ લીલા નૃત્ય, ગરબા, લોક ડાયરો તથા તા.૨૪ના રોજ રાત્રે ૮ થી ૧૨ કલાકે મયુરાષ્ટકમ, અર્વાચીન ગરબો,  કૃષ્ણલીલા, પ્રાચીન ગરબો, તલવાર રાશ અને હાસ્યનો ડાયરો વગેરે કાર્યક્રમો પ્રસ્તુમત કરવામાં આવશે. આ બેઠકમાં પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર પટેલ, પ્રાંત અધિકારી વિઠલાણી, જોશી, ચીફ ઓફીસર ડુડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત અધિકારી, તેમજ લગત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.