મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ વાલી અને વિદ્યાર્થીઓને કર્યા મોટીવેટ
સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા
રાજકોટની પ્રચલિત ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્યરત રહે છે. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ પ્લેટફોર્મ પૂરા પાડે છે.આજના સમયમાં વાલી અને વિદ્યાર્થી વચ્ચેના સેતુ બનવાનું કાર્ય ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલે કર્યું છે.વિદ્યાર્થી અને વાલી બંનેના માનસની એકબીજા પ્રત્યેના વિચારોની આપ લે કરવા હેતુ હેમુ ગઢવી હોલ ખાતે પેરેનિ્ંટગ સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા.બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સેમિનારમાં હજાર રહ્યા હતા. ક્રિષ્ના સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી,રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વનિતાબેન રાઠોડએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પેરેનિ્ંટગ સેમિનારના વક્તા નેહલબેન ગઢવી એ જણાવ્યું હતું કે શિક્ષક તરીકે તેઓની હંમેશા ફરજ રહે છે કે વાલી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે જ્ઞાન પૂરું પાડવાની સાથે તેમના આત્મીયતાના સંબંધોને પણ ઉજાગર કરવાના રહેતા હોય છે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુ બનીને કાર્ય કરી રહી છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જેટલો સ્કૂલ તરફથી પ્રયાસ કરવામાં આવે છે એ જ રીતે વાલીઓએ પણ આજના સમયમાં વિદ્યાર્થીઓને ડગલેને પગલે પ્રોત્સાહિત કરવા માટે તત્પર રહેવું જોઈએ કોઈપણ પરીક્ષામાં વિદ્યાર્થી અફળ જાય છે ત્યારે તેને હજુ આગળ મહેનત કરવા પ્રયત્ન કરવાના કાર્યો તરફ વાળવા માર્ગદર્શન પૂરું પાડવા વાલીએ ખડે પગે રહેવું જોઈએ સમાજે વાલીઓએ બાળકોની માનસિક સ્થિતિ ને હંમેશા પ્રોત્સાહિત કરતી રહેવી જોઈએ સમાજે પણ આ વલણને અપનાવું જોઈએ.
ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ત્રણ ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા એ જણાવ્યું હતું કે ક્રિષ્ના સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હંમેશા કાર્યરત રહી છે વિદ્યાર્થીઓની માનસ અસરને ધ્યાનમાં રાખી આ સેમિનાર યોજવામાં આવ્યો છે વાલી અને વિદ્યાર્થીઓ બંને એક સ્થળ પર ભેગા રહી અને વિચારોની આપ લે કરે બંને એકબીજાની સમજૂતી અને સ્વીકૃતિ સ્વીકારે એવા શુદ્ધ ઉદ્દેશ્યથી આ સેમિનાર યોજવામાં આવ્યો છે નજીકના સમયમાં જ જ્યારે બોર્ડ જેવી પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ભય રાખ્યા વગર આનંદ પ્રમોદ થી પરીક્ષા આપે એવા હેતુથી મોટીવેશનલ સ્પીકર પણ તેમને મોટીવેટ કરે છે શાળાના તમામ શિક્ષક ગણે વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.