લોકોને ગરમ પાણી પીવા, યોગાસન-પ્રાણાયામ કરવા પણ કરાય છે અપીલ

સમગ્ર રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવેલ છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શહેરના સેવાભાવી ક્રિષ્ના ગ્રુપે આગળ આવી હર્બલ ટીનું વિનામુલ્યે વિતરણ કરી પ્રેરણાદાય પગલું ભર્યું છે. શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વિવિધ સામાજીક સેવાકિય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યારે કોરોના વાઈરસની સામે નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવાએ ક્રિષ્ના ગ્રુપનાં સથવારે આપણે સુરક્ષિત તો રાષ્ટ્ર સુરક્ષિતના સુત્રને સાર્થક કરવા રોગ પ્રતિકારક શકિત વધારવા ઘરગથ્થુ આયુર્વેદિક હર્બલ ટીનું શહેરના બાવલા ચોકમાં સવારે ૧૦૦૦ કરતા વધુ લોકોને વિનામુલ્યે વિતરણ કરી એક માનવતાવાદી કાર્ય હાથ ધર્યું હતું.

આ તકે મયુરભાઈ સુવાએ જણાવેલ કે હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આપણે સુરક્ષિત રહેવા માટે રોગપ્રતિકારક શકિત વધારવા સામાન્ય ઉપાય ગરમ પાણી પીવાનું રાખીએ. હળદર, જીરુ, વાણા, લસણ, ડુંગળી વગેરે મસાલાના રસોઈમાં ઉપયોગ કરવો દરરોજ યોગાસન, પ્રાણાયામ અને ૩૦ મિનિટ ધ્યાન કરીએ. સવારે તેમજ સાંજે તલ, નારિયેલ તેલ અથવા ઘી નાકમાં બંને છિંદ્રોમાં લગાવો. માત્ર એક ચમસી તલ, નાળીયેલનું તેલ લઈ બે થી ત્રણ મિનિટ કોગળા કરતા હોય તેમ મોઢામાં ફેરવો ત્યારબાદ તેને બહાર કાઢવું પછી ગરમ પાણીના કોગળા કરી લો. આવું દિવસમાં એક થી બે વખત કરવાથી કોરોના મહામારીથી બચી શકાશે.

fhg

આ તકે નગરપાલિકાનાં પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, શહેર ભાજપનાં પ્રમુખ રમણીકભાઈ ઠુંમર, ભાજપના આગેવાન નરસિંહભાઈ મુગલપરા, કિરીટભાઈ પાદરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય ભરત રાણપરીયા, વિક્રમસિંહ સોલંકી, સુધરાઈ સભ્યો જયેશભાઈ ત્રિવેદી, રણુભા જાડેજા, રઘુભા સરવૈયા, અજયભાઈ જાગાણી, અશ્ર્વિનભાઈ લાડાણી, એડવોકેટ વિરલભાઈ કાલાવડિયા, જેઠાભાઈ ડેર, જેન્તીભાઈ ગજેરા, જગદીશભાઈ, રાકેશભાઈ, કારાભાઈ સુવા, કનુભાઈ સુવા, જીજ્ઞેશભાઈ વ્યાસ, ભાજપના મહામંત્રી જીજ્ઞેશભાઈ ડેર સહિત ભાજપના આગેવાનો, વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો, વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર રહી હર્બલ ટીનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.