આને શું ધર્મભેદ કે કર્મભેદ કહેવું: સુર્યપીઠ મુરલીમંદિરના પીઠાધીશ્ર્વર લાલઘુમ
દ્વારકા ખાતે આવેલા સુર્યપીઠ મુરલી મંદિર જુના અખાડાના પીઠાધીશ્ર્વર જગતગુરુ સુર્યાજીકૃષ્ણદેવનંદગીરી મહારાજે ‘અબતક’ સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે વીઆઈપી લાઈન હોય છે જે વીઆઈપી લોકો માટે હોય છે પરંતુ તેઓને જનરલ લાઈનમાં ઉભા રહેવા દ્વારકાના પુજારી દ્વારા કહેવામાં આવ્યું હતું જે શંકરાચાર્યનું અપમાન કહેવાય.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સંતોનું સન્માન કરવું જોઈએ. આજે ઘટના ઘટી તે શું ધર્મભેદ છે કે પછી કર્મ ભેદ છે. આ કોના ઈશારાથી કરવામાં આવ્યું ? તે એક ચર્ચાનો વિષય બની રહેશે. મંદિર હંમેશા સર્વ ધર્મ માટેનું હોય છે જયાં કોઈપણ પુજારી ભેદભાવ ન રાખી શકે. મંદિરે જયારે દેશના રાષ્ટ્રપતિ કે પછી પ્રધાનમંત્રી દર્શનાર્થે આવતા હોય તો તેઓને જ્ઞાતી વિશે પુછવામાં શું કામ નથી આવતું. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, જે સીસીટીવી ફુટેજ છે તેને સરકાર અથવા તો કલેકટર રાખશે કે નહીં ? તે એક પ્રશ્ર્નાર્થ છે પરંતુ આ સમગ્ર ફુટેજને તેઓ અખાડા પરીષદ સુધી લઈ જશે અને યોગ્ય કાર્યવાહી કરવા સુચન પણ કરશે.
આ પ્રસંગે જગતગુ‚ સુર્યાજીએ એમ પણ જણાવ્યું હતું કે, આ મુદ્દે ગૃહ મંત્રાલય શું કાર્યવાહી કરશે ? કારણકે આ એક સંતનું અપમાન કહેવાય. અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, આ જે ઘટના ઘટી તે શું બીજા લોકો સાથે પણ ઘટશે ? શું બીજા શંકરાચાર્યો સાથે પણ ઘટશે ? કેમ મંદિરના પુજારી પ્રોટોકોલનું પાલન નથી કરતા.