કાર્યક્રમમાં આવવા જવા માટે બસની વિશેષ સુવિધા સાથે પ્રસાદની વ્યવસ્થા
ગુરુપૂર્ણિમાના પાવન દિવસેક આવતીકાલે પૂ. વલ્લભલાલજી મહારાજની આજ્ઞાથી, ગોપેશકુમારજી મહોદયની સર્વાધ્યક્ષતામાં તેમજ પરાગકુમારજી મહોદયની અધ્યક્ષતામાં સવર્વોતમ સેવા સંસ્થાન દ્વારા જયશ્રી પરીખ દિગદર્શીત તેમજ ગુજરાત રાજયનાં એવોર્ડ વિજેતા કલાકારોથી સુસજિજત વૈષ્ણવધર્મનું પ્રચાર કરતુ પુષ્ટીમાર્ગીય નાટક ‘પરમકૃપાલુ શ્રી વલ્લભનંદન’ રજૂ કરવામાં આવશે.
જે અંગેની વિગત આપવા સુરેશ કણસાગરા (ક્રિશ્ર્ના પાર્ક), કમલેશ અધેરા, હિતેષ માખણસા, કલ્પેશ કેશરીયા, રઘુરાજ સીસોદીયા, અમીત રાધનપુરાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ક્રિશ્ર્ના પાર્ક રીસોર્ટ, ગોંડલ રોડ ચોકડી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં બસની વિશેષ સુવિધા રાખવામાં આવી છે. જે અશકત કે વૃધ્ધ લોકોને સર્વોતમ હવેલી, યાજ્ઞીક રોડ, અંબીકા ટાઉન હોલ સહિતના ૧૦ નિર્ધારીત કરેલા સ્થળોએથી ભાવિકોને લઈ જશે અને પરત મૂકી જશે.
આ લાભ લેવા મો.નં. ૯૯૭૯૪ ૨૭૪૨૮ અથવા ૯૪૨૭૭ ૩૫૯૭૩નો સંપર્ક સાધવો દરેક વૈષ્ણવો માટે કાર્યક્રમ બાદ પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.