આપણે ખરેખર વ્યસ્ત છીએ કે પ્રોડકટીવ ?
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા રાજકોટની આત્મીય કોલેજમાં ‘પ્રોડકટીવીટી ડે’નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બીએસએફ બ્રોકરર્સના અર્થશાસ્ત્રી ડો. આદિત્યા શ્રી નિવાસે વિદ્યાર્થીઓને ‘સરકયુલર ઈકોનોમી ફોર પ્રોડકટીવીટી એન્ડ સરટેઈનએબીલીટી’ વિષય પર સ્પીચ આપી હતી જેમાં આદિત્યા શ્રી નિવાસે કહ્યું હતુ કે ફોરેન ટેકનોલોજી ને સીધી જ ભારતમા અપનાવામાં આવે છે.
તે ભારતનાં અર્થશાસ્ત્ર માટે નુકશાન કારક છે. કારણ કે ફોરેનમાં વસ્તી ઓછી હોવાથી ટેકનોલોજીની જર પડે છે. પરંતુ ભારતમાં લોકોને નોકરી માટે ફાફા મારવા પડતા હોય છે. તો આવી ટેકનોલોજી આવવાથી ઘણા લોકો બેરોજગાર બને છે. જેના કારણે ભારતનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે. ઉપરાંત તેમને વધુમાં કહ્યું હતુ કે ભારતમાં લોકો અર્થશાસ્ત્રીઓને નજર અંદાજ કરે છે. તેમની વાતની ધ્યાનમાં પણ લેતા ન હોવાથી મોટાભાગના લોકો ભારતના અર્થતંત્રથી જાણકારીથી વંચિત રહેતા હોય છે.
તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોના જવાબ પણ ખૂબ સંતોષકારક રીતે આપ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોડકટીવીટી સ્લોગન પોસ્ટરને પણ ખૂલ્લુ મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. સુનીલ શુકલા, હસુભાઈ દવે, આદિત્ય શ્રી નિવાસ, આત્મીય કોલેજ પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં બી.બી.એ. અને બી.સી.એ.ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
અભ્યાસ સાથે ઉદ્યોગ સાહસીકતા માટેનું આયોજન: આદિત્ય શ્રી નિવાસ
મા નામ ડો. આદિત્ય શ્રી નિવાસ છે. હુ ચીફ ઓપરેટીંગ ઓફીસર અને ચીફ ઈકોનોમિક્સ્ટ તરીકે બોમ્બે સ્ટોક એકસચેંજ બ્રોકર્સ ફોરમ ફરજ બજાવુ છું આજે હું આત્મીય કોલેજનો ખૂબ આભાર માનું છું જેમણે આજે આ એક સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતુ સૌરાષ્ટ્ર કચ્છ પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતુ આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આજના વિદ્યાર્થીઓ જેને આપણે ડેમોગ્રાફી ડિવિડીયનસ કહીએ છીએ એ પણ હાજર રહ્યા હતા તેમજ એમબીએ, બીબીએમાં ભણતા વિદ્યાર્થીઓએ ઘણા ઉપયોગી પ્રશ્ર્નો પણ પૂછયા હતા. ભારત સરકારે જે નીતિઓ જાહેર કરેલી છે.
જેમાં સ્ટાર્ટઅપ ઈન્ડીયા, સ્કીલ ઈન્ડીયા, ડિઝિટલ ઈન્ડીયા, જીએસટી આધાર કાર્ડ એમને જે માહિતી જોઈતી હતી એ માહિતી અમે આજના કાર્યક્રમમા પૂરી પાડીછે. અને અમારો એક પ્રયાસ છે. કે બંને તેટલા વધુ લોકોને આ બાબતનું જ્ઞાન મળે જ્ઞાન મળવાથી લોકો પગભર બનશે અને તેમના કરીયરમાં પણ મદદરૂપ થશે તેમજ એન્ટરપ્રીનીયોર બનવું હોય તો એમા પણ આવી માહિતી સહાય પ બનશે. હું કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ અને આત્મીય કોલેજનો ખૂબ આભાર માનું છું કે એમને મને આટલો સરસ જ્ઞાન વહેચવાની તક આપી.