સપ્તાહ દરમ્યાન ઉદ્યોગરત્ન સન્માન સમારોહ, વિઘાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, કામદારો માટે વાર્તાલાપ અને તાલિમ વર્ગનું આયોજન: અતિથિ વિશેષ પદે નિખિલેશ્ર્વેરાનંદજી અને શિરીષ પાલીવાલ હાજરી આપશે.
નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલનો ૧ર ફેબ્રુઆરીના દિવસે સ્થાપના દિવસ હોઇ તે દિવસને દેશભરમાં પ્રોડકટીવીટી ડે તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને છેલ્લા ૬૦ વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છમાં કાર્યરત કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા તા. ૧ર થી ૧૮ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. મંગળવાર તા.૧ર ફેબ્રુઆરીના દિવસે પ્રોડકટીવીટી ડે ના અનુસંધાને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલ વિશેષ વિષય સરકયુલર ઇકોનોમી ફોર પ્રોડકટીવીટી એન્ડ સસ્ટેનેબીલીટી એ વિષય ને લક્ષમાં રાખી સવારે ૧૧ થી ૧ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા, ગાંધીનગરના ડાયરેકટર ડો. સુનીલ શુકલનો વાર્તાલાપ બેએસઇ બ્રોકર્સ ફોરમ, મુંબઇના ચીફ ઇકોનોમીસ્ટ ડો. આદિત્ય શ્રીનિવાસના મુખ્ય મહેમાનપદે તેમજ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અઘ્યક્ષસ્થાને આત્મીય યુનિવર્સિટી યોજાયેલ છે.
તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨.૩૦ ગર્વમેન્ટ પોલીટેકનીક ખાતે વિઘાર્થીનીઓ માટે ટ્રેનર અને મોટીવેટર તન્વી ગાદોયાનો વીમેન્સ એમ્પાવરમેન્ટ ફોર પ્રોડકટીવીટી નો કાર્યક્રમ યોજાશે. તા.૧૪ ફેબ્રુઆરી સાંજે પ થી ૭ રોલ ઓફ વર્કર્સ ફોર નેશન બીલ્ડીંગ વિષયે ડો. અનિલ કામલીયાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલના બાન હોલ ૬ રજપુતપરા રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જયારે તા.૧પ ફેબ્રુઆરીના રોજ સી.યુ. શાહ યુનિવર્સિટી, સુરેન્દ્રનગર ખાતે તથા તા.૧૬ ફેબ્રુઆરીના રોજ એલ.ઇ. કોલેજ મોરબી ખાતે સવારે ૧૦ થી ૧ કોલેજ ના વિઘાર્થીઓ માટે થીમ ઉપર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ થી ૧૧ મેટોડા ઔઘોગિક વસાહત ખાતે પ્રોડકટીવીટી સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
જયારે ૧૮ ફેબ્રુઆરીના રોજ સાંજે પ થી ૮ કલાકે ઉતપાદકતા સપ્તાહના સમાપન સમારોહ તથા કેએસપીસીને ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સૌરાષ્ટ્ર કચ્છના ઉઘોગરત્નોના સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલર પ્રમુખ હસુભાઇ દવેના અઘ્યક્ષસ્થાને ચેતના ડાઇનીગ હોલ એન્ડ રેસ્ટોરન્સ ૬, રજપુતપરા ખાતે યોજવામાં આવેલ છે. જેમાં રામક્રીષ્ના આશ્રમ, રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરામનંદજી મુખ્ય મહેમાનપદે તેમજ એનપીસી, ગાંધીનગરના રીજીયોનલ ડાયરેકટર શિરીષ પાલીવાલ અતિથિ વિશેષપદે ઉ૫સ્થિત રહેશે.
ઉત્પાદકતા સપ્તાહ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ ઉપ-પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, ડી.જી. પંચમીયા, મનહરભાઇ મજીઠીયા, રામભાઇ એચ.બચ્છા, દિપકભાઇ સચદે અને બી.એસ.માન જહેમત ઉઠાવી રહ્યા છે.