અબતક,રાજકોટ
કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આયોજિત આયુષ વિભાગની બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતુ ંકે, સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે છેલ્લા બે વર્ષથી કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાઈ હતી, અને જેમા ંહાલ દર્દીઓની સંખ્યા ઓછી હોવાથી આ દર્દીઓને પોર્ટેબલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર તેમજ નવા દર્દીઓને અહીં દાખલ કરવામાં આવશે. આ અંગેના જરૂરી આદેશા ેસિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીને કરવામાં આવ્યા છે.
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પૂવ ર્નિર્ધારિત ઓર્થોપેડિક, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રો, કાર્ડિયાક, ને ફ્રોલોજી સહિતના વિવિધ વિભાગો શરુ કરવામાં આવશે. આ તકે સમરસ હોસ્ટેલ ખાતે કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓ ન હોવાથી બંધ કરવા વિચારણા કરવામાં આવી હતી.