વૈજ્ઞાનિકોના તારણ મુજબ કોવિડ-૧૯ ભવિષ્યમાં ઋતુ આધારે થતો રોગ બની જશે
કોવિડ વાયરસની સમાન કોવિડ-૧૯ની મહામારી અંગે વિજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું હતું કે કોરોનાવાઇરસ હવે પછીના સમયમાં મોસમ આધારિત તાવનું રૂપ લેશે. તાવના રૂપમાં રહેનારા વાયરસ સામે ઝઝુમવા માટે પ્રબળ રોગ પ્રતિકારક શક્તિની જરૂર પડશે. એક સમય આવસે કે કોવિડ-૧૯ ઋતુ આધારે આવતું જતું રહેશે. વિજ્ઞાનીકોનું આ તારણ જાહેર સ્વાસ્થયના માપદંડો અને ભવિષ્ય માટે ખુબજ મહત્વનુ બની રહેશે.
કોરોનાનો રોગચાળો અહિજ રહેશે અને તે સતત વર્ષ દરમિયાન પુનરાવર્તિત થતું રહેશે. તેના માટે પ્રબળ રોગ પ્રતિકારક શક્તિ આવશ્યક બનશે. કોરોનાની ભૂતાવળ અહિજ રહેવાની છે. ત્યારે લોકોએ તેની સાથે જીવતા શીખી જવું પડશે અને સતત પણે તેને કાબુમાં રાખવાના ઉતમ રસ્તા અને માપદંડો અને નિયમો પાળવા તૈયારી દાખવવી પડશે. લોકેએ પોતાના જીવનમાં માસ્ક પહેરવું, વ્યક્તિગત અંતર જાળવવું, તેમજ બીજા ઘણા નિયમનું પાલન કરવા પડશે. અમેરિકાન યુનિવર્સિટીના પ્રોફેશરોના જણાવ્યા અનુશાર દરેક વ્યક્તિએ આ પરિસ્થિતીમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ આવશ્યક બની રહેશે.
ઘણા સ્વસનતંત્રના વાયરસ ઋતુ આધારિત પદ્ધતિમાં ખાસ કરીને ગરમ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી વખત શરદી ઉધરસનું પ્રમાણ એકા એક શિયાળામાં વધી જાય છે. ત્યારે શિયાળામાં અને ગરમ પ્રદેશ કે જ્યાં હવાનું પરિભ્રમણ થાય તેવી પરિસ્થિતીમાં કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય રહે છે. નિષ્ણાતોના માનવા પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ હવામાં મોટા પ્રમાણમા ફેલાઇ રહ્યું છે. ત્યારે લોકોએ પોતાની મૂળભૂત લાક્ષણિકતાઓને બદલવી પડશે. જેમકે બારણાં બંધ કરીને ટોળે વાળીને બેશવાની આદત પાડવી પડશે. બદલાતી ઋતુમાં વાતાવરણમાં આવતા ફેરફારો અને વાતાવરણમાં આવતા બદલાવમાં તાપમાન અને રોગપ્રતિકારક શક્તિ બંને નું માપ નીકળી જાય છે.
ખાસ કરીને ગરમ વિસ્તારોમાં કોરોના વાઇરસ ફેલાવાનું પ્રમાણ વધારે રહે છે. તંત્રેએ પરિસ્થિતીનું માપદંડ કાઢવા સમિતિની રચના કરી છે. તેમજ નિષ્ણાતોનું માનવું છેકે, આ વાયરસ હવામાં અને ઉપર સપાટી પર રહે છે. અને લોકોને સંક્રમિત કરે છે. મોસમના બદલાવ વચ્ચે આ સંક્રમણ વરસમાં વિવિધ સમયે આવી શકે છે. કોરોના વાયરસ શ્વાસનતંત્ર સાથે સંકળાયેલ રોગ તરીકે મૂલવી શકાય. શરીરમાં કોરોના વાયરસની ઝડપથી વૃધ્ધિ થઈ રહીઓ છે. ત્યારે કોરોનાનો અસરકારક ઈલાજ દૂર છે. પરંતુ હવે આ વાયરસ ઋતુ આધારિત બની જશે.
અત્યારે વિશ્વવ્યાપી ધોરણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. સૌથી વધુ અખાતના દેશોમાં કે જ્યાં ઉનાળાની ગરમી ચાલી રહી છે. તેમ છતાં ત્યાં પરસ્પરના સંપર્કના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ડોક્ટર યાસીનના મત મુજબ કોરોના વાયરસની લાક્ષણિકતાની સમાજની સાથે સાથે તેને આગળ વધતું અટકાવતાં પણ આપણેજ શીખી જવું પડશે.