ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા
૨૦૦૦ જેટલા એકેડેમિશિયન્સ, રિસર્ચ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ અને પ્રદયાપકોએ લીધો ભાગ
જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિઠીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કોવિડ-૧૯ ઇકોનોમિક આઉટલુક ફોર ધ નયા ભારત વિષય પર રાષ્ટ્રીયકક્ષાના એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર દેશમાંથી ૨૦૦૦ જેટલા એકેડેમીશિયન્સ, રિસર્ચ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ફેસબુક, યુ-ટયુબ, ઝુમ જેવા માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા.
વેબિનારમાં સ્પીકર તરીકે હાજર રહેલ મેમ્બર સેક્રેટરી ઓફ (ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્સ રિસર્ચ) ન્યુ દિલ્હીના પ્રો. વી. કે મલ્હોત્રાએ કોવિડ-૧૯ની ભારત તથા વિશ્ર્વની ઇકોનોમી પર કેવી અસર થશે અને કેવા પ્રકારના પરિણામો આવશે? કેવા પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થશે? તેમના નિરાકરણ માટે શુ કરી શકાય? તે વિશેની વિસ્તુત અને ઊંડાણપૂર્વક માહિતી પુરી પાડી હતી.વેબિનારમાં કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદી વતી અધ્યક્ષીય ઉદ્બોધન કરતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ કોરોના સામે કઇ રીતે જંગ જીતી શકાય અને ભારત દેશના લોકો એક સાથે મળીને કોરોનાને કેવી રીતે નાબૂદ કરી શકે? તે વિશે માહીતી આપી હતી.વેબિનારની શરૂઆતમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના અધ્યક્ષ ડો. ભાવસિંહ ડોડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સ્વાગત પ્રવચન તેમજ મહેમાનોનો પરિચય પ્રો. વિનીત વર્મા દ્વારા આપવામાં આવ્યો હતો. સમગ્ર વેબિનારનું સંચાલન વિભાગના પ્રો. અનિતાબા ગોહિલે કર્યુ હતું. અંતમાં આભારવિધિ પ્રા. ડો. દિનેશકુમાર ચાવડા દ્વારા કરવામાં આવી હતી. ટેકનીકલ સપોર્ટ ડો. ઓમ જોષીએ પૂરો પાડ્યો હતો.