સચિન પીઠડીયા અને ડો. પંકજ મુછડીયાએ ર૦ દિવસમાં પ૦૦ થી વધુ લોકોનો કર્યો સર્વે વિવિધ ૬૧ પ્રશ્ર્નોના જવાબોમાંથી બન્યો રિપોર્ટ ૯૫.૬ ટકા લોકોનું માનવું હતું કે શહેરથી ગ્રામીણ તરફ સ્થળાંતર વઘ્યું છે. ગુજરાતનાં ૩૩ જીલ્લામાંથી ગુગલ ફોર્મ મારફત મંતવ્યો રજુ થયા. ૯૬ ટકાના મતે દર વર્ષે ૧ દિવસ લોકડાઉન રાખવા જણાવાયું
કોવિડ-૧૯નો આ ઓનલાઇન સર્વે માંગરોળના સોશ્યોલોજીના એમ.ફિલ સચિન પિઠડીયા તથા રાજકોટનો ડો. પંકજ મૂછડીયાએ કર્યા છે.
નવા કોરોના વાઇરસથી પેદા થયુલ કોવિડ ૧૯ નાં સંક્રમણને લીધે સમગ્ર ભારતમાં રપ માર્ચથી ચાર તબકકામાં લોકડાઉન થયું હતું. જેની અસર એ સમાજ જીવનનાં સામાજીક પાસાના કુટુંબ, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધીત રોજિંદા જીવન શૈલીમાં બદલાવ આવતાં લોકોની આદતો બદલાય છે. બીજી બાજુ આર્થિક અને પર્યાવરણ ઉપર પણ અસર જોવા મળી છે. આવી વિવિધ બાબતોના અભ્યાસ કરવાના હેતુથી સંશોધન કાર સચીન પીઠડીયા અને ડો. પંકજ મુછડીયાએ ર૦ દિવસનાં ટુંકાગાળામાં ગુગલ ફોર્મના માઘ્યમથી ઓનલાઇન સર્વેક્ષણ કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૬૧ પ્રશ્ર્નો પૂછવામા આવ્યા હતા. સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લામાંથી પ૦૦ થ વધુ લોકોએ ભાગ લઇને પોતાના મંતવ્યો રજુ કર્યા. હતા. જેમાં કેટલાક રોચક તારણો જાણવા મળ્યા હતા.ઓનલાઇન સર્વેક્ષણમાં લોક ડાઉનની વિવિધ ક્ષેત્રોમાં અસરકારતા જોવા મળી હતી. વિશેષમાં કોરોના મહામારીથી શ્રીમકો, ઉઘોગો અને બેરોજગારો ઉપર સૌથી વિપરીત અસર પડી હતી. સર્વેના તારણોમાં ૯૫.૬ ટકા લોકોના મતે શહેરથી ગ્રામિણ તરફનું સ્થળાંતર વઘ્યું હોવાનું જાણવા મળ્યું ૮૮.૪ ટકા લોકોના મતે જીવન જરૂરિયાત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ થવો જોઇએ તેવું જણાવ્યું આને કારણે તેની સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહેશે. જયારે ૧૧.૬ ટકા લોકોએ સ્વદેરી વસ્તુઓનોા ઉપયોગ અંગે નકારમાં જવાબ આપ્યો હતો. તેથી આવા લોકોમાં સ્વદેરી વસ્તુઓનું મુલ્ય સમજાય અને ‘મેઇક ઇન ઇન્ડિયા’નું સ્વપ્ન સાકાર થાય તે માટે સમાજના લોકો આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવા જોઇએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું ફેલાય તે માટે ૯૪.૬ ટકા લોકોએ વિડિયો કોન્ફરન્સ અને વર્ક ફ્રોમ હોમ ને આવકાર્યુ હતું. ૭ર.૪ ટકાએ કોરોના મહામારીને કારણે ભવિષ્યમાં ભારતનો જી.ડી.પી. દર ઘટશે તેમ જણાવેલ તો ૨૭.૭ ટકા લોકો તેને નકારે છે. ૬૬ ટકા લોકો જણાવે છે કે લોકડાઉનથી બધુ સુક્ષ્મ અને મઘ્યમ (MSME) ક્ષેત્રે વધુ અસર પડી છે. ૩૦ ટકા લોકો આ વસ્તુને નકારે છે. ૬૭ ટકા નું માનવું છે કે લોક ડાઉનમાં તમામ મજુરોની પરિસ્થિતિ ખુબજ દયનિય જોવા મળી, ૧૧ ટકા ના મતે ગંભીર, ૧૩.૬ ટકા ના મતે કફોડી અને ૫.૬ ટકા લોકોના મતે મજુરોમાં ભુખમરાની પરિસ્થિતિ ઉદ્દભવી હોવાનું જણાવે છે.
૮૧.૬ ટકા એવું માને છે કે લોકડાઉન ખુલ્યા બાદ પણ ગુજરાતમાં મજુરોની અછત રહેશે. શિક્ષણ ક્ષેત્રનાં છાત્રો ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા પરંતુ તેની અભિરૂચિમાં ઘટાડો થયો છે. ૯૨ ટકા લોકોના મતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવી નોકરીની તક મળશે કે નહીં તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. જેથી શિક્ષિણ બેરોજગારનો વિકટ પ્રશ્ર્ન ઉદ્દભવ્યો છે તે મોટો પડકાર છે.
૬૧.૮ ટકા લોકોના મને લોકડાઉનથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવે છે. જેમાં ૨૬.૪ ટકા પ્રાથમીક, ૦૬ ટકા માઘ્યમિક, ૫.૪ ટકા ઉચ્ચતર માઘ્યમિક, ૧૨.૬ ટકા લોકો કોલેજ કક્ષાનું તેમજ ૮.૨ ટકા લોકો ઓનલાઇન શિક્ષણને આવકારે છે. જયારે ૫૧.૧ ટકાની ઓનલાઇન શિક્ષણ પ્રત્યેની અભિરુચિ ઓછી થલ હોવાનું જણાવે છે. આની પાછળનાં કારણોમાં સર્વેમાં કેટલાક રોચક તથ્યો જોવા મળ્યા છે. જેમાં ગ્રામિણ વિસ્તારમાં ઇન્ટરનેટની ઓછી સુવિધા, કોમ્પ્યુટર ન હોવું, બાળકોમાં આંખોને લગતી સમસ્યા, વાલીઓમાઁ જાણકારીનો અભાવ, વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ, ટેબલેટ વિગેરે સવલત ન હોવી જેવી વિગેરે બાબતઇ સર્વેમાં જાણવા મળી હતી.
૯૭.૬ ટકા લોકો માને છે કે કોરોના વોરિયર તરીકે સરકારી પ્રાથમીક શાળાની મહિલા શિક્ષિકાઓ, નર્સ, મહિલા પોલીસ કર્મચારી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ૯૭.૪ ટકા લોકો આવા લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. જે તેને ચિંતાનો વિષય માને છે.. ૭૨.૬ ટકા વિવિધ સંસ્થાના વડાઓ, અઘ્યાપકો, પ્રિન્સીપાલ તેમજ વિદ્યાર્થીઓએ લોકડાઉન દરમ્યાન વિવિધ વેબિનાર એટેન કરેલ છે. તો ૨૭.૪ ટકા લોકોના મને ઇન્ટરનેટની ઓછી સુવિધા તેમજ સવલત ન હોવાથી એટેન કરી શકયા નથી.
પમી જુન વિશ્ર્વ પર્યાવરણ દિન ઉજવણી સંદર્ભે પૂછાયેલા પ્રશ્ર્નોમાં ૯૮.૮ ટકા લોકો માને છે કે લોકડાઉનથી પર્યાવરણ પ્રદુષણમાં ઘટાડો જોવા મળ્યો છે. ૯૬.૮ ટકાના મતે નદીઓના પાણી શુઘ્ધ થયા છે. હવે તેને દૂષિત ન કરવા સભાનતા હોવાનું જણાવાયું છે. સર્વેમાં દર વર્ષે રપ માર્ચે એક દિવસ લોકડાઉન કરવા ૮૮.૨ ટકા લોકોએ જણાવ્યું હતું જયારે ૧૧.૮ ટકા લોકો વાતને નકારે છે. લોકડાઉનને કારણે ૮૬.૮ ટકા લોકોનું માનવું છે કે વિવિધ પ્રકારના આર્થિક વ્યવહારો માટે ડિજીટલ પ્લેટફોર્મ એ દૈનિક જીવનશૈલીનું અંગ બનશે. ચલણી નોટથી ચેપ લાગવાના ડરથી જુદી જુદી મોબાઇલ એપથી ઓનલાઇન આર્થિક વ્યવહારો કરશે તેવું સર્વેમાં જાણવા મળ્યું છે.
૯૬.૬ ટકા લોકોએ આધુનિક સુવિધા અને નિ:શુલ્ક સેવા આપની હોસ્પિટલોનું નિર્માણ કરવા તથા લોકોની આરોગ્ય સુખાકારી વધે તેવા પ્રયત્નો કરવા જણાવેલ છે. ૯૦.૪ ટકાના મતે ૧૦૪ હેલ્પલાઇન નંબરની જાણકારી ધરાવેછે. ૯૬.૨ ટકા જેટલા લોકો માને છે કે કોવિડ-૧૯ ને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બન્યા છે. ૮૪.૪ લોકોએ તો કોરોના સંક્રમણથી બચવા સરકારની ‘આરોગ્ય સેતુ’ મોબાઇલ એપ્લીકેશન ડાઉન લોડ કરી છે. તેઓ માને છે કે ૬૯.૪ ટકા તેનાથી સંક્રમણ ઓછું કરવામાં મદદ મળી છે.૮૯.૬ ટકા માને છે કે કોરોનાને કારણે કુટુંબના સભ્યો એકબીજાથી નજીક આવ્યા છે. ૭૮ ટકાના મતે તો વિભકત કુટુંબના સભ્યો પણ એકબીજાથી નજીક આવ્યા. લોકડાઉન થતાં કુટુંબના સામાજીક પ્રસંગોની રીતમાં બદલાવ જોવા મળ્યો છે. તે માટેના પરિવર્તમાન નિયમોને પણ તે અનુસરે છે. આત્મહત્યા અને સામાજીક દુષણનું પ્રમાણ વઘ્યું છે. માસ્ક અને સેનિટાઇઝનો ઉપયોગ દેનિક જીવનનો ભાગ બની ગયો છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે હવે વિવિધ પેટનક મેચિંગ માસ્કનો જમાનો આવશે.
લોકડાઉનને કારણે બદલાવ
લોકડાઉનમાં ૬૧.૮ ટકાના મતે છાત્રો ઓનલાઇન શિક્ષણ મેળવે છે જેમાં ૨૬.૪ ટકા પ્રાથમિક, ૦૬ ટકા માઘ્યમિક, ૫.૪ ટકા ઉચ્ચતર માઘ્મિક ૧૨.૮ ટકા કોલેજ કક્ષાનું તેમજ ૮.૦૨ ટકા યુનિવર્સિટી કક્ષાનું શિક્ષણ મેળવે છે. ૯૬.૪ ટકા લોકોએ સંક્રમણ ઘટાડવા વર્ક ફ્રોમ હોમને આવકાર્યુ હતું. ૭૨.૪ ટકા લોકોએ ભવિષ્યમાં ભારતનો જી.ડી.પી. દર ઘટવાની વાત કરી હતી. ૮૧.૪ ટકા લોકો ગુજરાતમાં મજુરોની અછત પડશે તેમ જણાવેલ છે. પર્યાવરણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં ૯૮.૮ ટકા લોકોના મને પ્રદુષણ ઘટયાનું અને ૯૬.૮ ટકાએ તો દર વર્ષે રપ માર્ચે ૧ દિવસનું લોકડાઉન રાખવા જણાવ્યું છે. ૮૬.૬ ટકા લોકોનું માનવું છે કે વાઇરસના સંક્રમણથી બચવા તમામ પ્રકારના આર્થિક વહિવટ માટે ડિજીટલ પ્લેટ ફોર્મ એ દૈનિક જીવનનું એક ભાગ બનશેે તેમ જણાવેલ છે.