કોથમીર અને ધાણાનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેનું પાણી રોજ પીવામાં આવે તો શરીરને અનેક લાભ થાય છે.
કોથમીરમાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે શરીરને લગતી અનેક સમસ્યાઓ દૂર કરે છે. આયુર્વેદાચાર્ય ડો. આનંદની વાત માનીએ તો કોથમીર એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે પેટની બીમારીઓથી લઈને લોહીની ઉણપ સુધી અનેક સમસ્યાઓમાં કારગત નીવડે છે.
કોથમીરના પાણીમાં ફાઈબર અને જરૂરી ઓઈલ રહેલુ હોય છે જે લીવરને લગતી કોઈપણ બીમારી દૂર કરે છે.
કોથમીરના પાણીમાં વિશેષ તત્વ ડોડેનલ હોય છે. આ તત્વની ખૂબી એ છે કે તે શરીરમાં રહેલા ટાઈફોઈડના બેક્ટેરિયાનો નાશ કરી દે છે જેને કારણે ટાઈફોઈડ થતો નથી.
કોથમીરનું પાણી શરીરમાં પોઝિટિવ કોલેસ્ટ્રોલ વધારે છે. તેને પીવાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
કોથમીરના પાણીમાં એસ્કોર્બિક એસિડ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરદી, ખાંસીની શક્યતા ઘટી જાય છે. આથી અવારનવાર માંદા પડી જતા લોકો માટે તે ફાયદાકારક છે.
રોજ કોથમીરનું પાણી પીવાથી મોં અને શ્વાસમાં આવતી દુર્ગંધ દૂર થાય છે. તે દાંતને નુકસાન પહોંચાડતા બેક્ટેરિયાનો નાશ કરે છે