મંગળા આરતી, ધ્વજારોહણ, ‚દ્રાભિષેક, ધૂન ભજન શ્રૃંગાર દર્શન સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે
કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીક સમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે મંદિરનો ર્જીણોધ્ધાર તથા નવ નિમિર્ત શિખર તેમજ કોટેશ્ર્વર મહાદેવની પૂન: પ્રાણપ્રતિષ્ઠાની ત્રીજા વર્ષ નિમિતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. સોમવારે સવારથી ભગવાન શિવજીનું પૂજન અર્ચન ‚દ્રાભિષેક તથા ધ્વજા રોહણ કરવામાં આવશે.
મંદિરે પાટોત્સવ નિમિતે રોશની તથા ધજા પતાકાના શણગાર કરવામાં આવેલ છે. સાંજે કોટેશ્ર્વર મહિલા મંડળ દ્વારા ધુન ભજન યોજાશે સાંજે ભગવાન શિવજીના ફૂલના શ્રૃંગાર દર્શન રાખેલ છે. સાંજે ૧૦૮ દીપદાનની ૐકાર મહાઆરતી કરવામાં આવશે.ભાવિકોને દર્શન તેમજ પૂજન અર્ચનનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારીયા, જયભાઈ આસોડીયા સંદીપભાઈ સોલંકી, ક્રિપાલસિહ જાડેજા રશ્વીનભાઈ જાદવ, સિધ્ધરાજસિંહ પી. જાડેજા, ધર્મદીપ પરમાર, જયદીપભાઈ પરમાર, શનીજાદવ, ક્રિપાલસિંહ ઝાલા યશપાલસિંહ ઝાલા, મનોજ મકવાણા, અજયભાઈ સોલંકી, હિતેષભાઈ સોલંકી, ધર્મદીપસિંહજાડેજા કુલદીપસિંહ ઝાલા સહિતનાએ અનુરોધ કર્યો છે. તેમ મંદિરના પૂજારી છગનભારથી બાપુની યાદીમાં જણાવેલ છે.