અબતક,જીતેન્દ્ર આચાર્ય
ગોંડલ
કોટડાસાંગાણી તાલુકાના સત્તાપર ગામે આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે સબ સેન્ટર શરૂ કરવાની તાતી જરૂરિયાત છે સબ સેન્ટર માટે ગામમાં મકાન ની સુવિધા ગ્રામ પંચાયત દ્વારા કરી આપવામાં આવશે તેવી તૈયારીઓ પણ બતાવવામાં આવી છે.
હાલ શીશક સબસેન્ટરમાં સતાપર અને રામપરા બંને ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે શીશક ગામ તાલુકાનું છેવાડાનું અને જ્ઞીતિંશમય માં આવેલું છે અને સત્તા પર તથા રામપર ગામ ની 12 થી 15 કિલોમીટર દૂર છે જેથી કરીને સતાપર અને રામપરા ગામ ને શીશક સબ સેન્ટર નો કોઈ લાભ મળતો નથી જેની સરકાર રેકોર્ડ ઉપર ખરાઇ પણ કરાવી શકે તેમ છે.
હાલ શીશક સબસેન્ટર વાળા ગામ ની વસ્તી 1372 ની છે જેની નીચે આવતા સત્તાપર ગામની વસ્તી 3000 તથા રામપરા ગામ ની વસ્તી 1185ની છે શિક્ષક અને રામપરા બંને ગામની વચ્ચે સેન્ટરમાં આવતું અને વધુ વસ્તી ધરાવતું ગામ સતાપર છે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું તથા ભૌગોલિક રીતે અનુકૂળ છે તાકીદે યોગ્ય પગલાં લેવા સતાપર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન દ્વારા માંગ કરવામાં આવી હતી.