કાલે રાજપરા ગામે કોંગ્રેસના કાર્યકરોની બેઠક
કોટડાસાંગાણી ખાતે તાલુકાના કોંગ્રેસના આગેવાનો સાથે નિરીક્ષક એન.ડી. જાડેજા તથા વલ્લભભાઈ ડોબરીયાની હાજરીમાં મીટીંગ મળી ગઈ જેમાં અસહ્ય મોંઘવારી અને ડી.એ.પી. ખાતરની થેલીએ રૂ.૨૦૦ થી વધુ ભાવ વધારાને વખોડી કાઢી આંદોલન માટે ઠરાવ થયા આ તકે જિલ્લા બેંકના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા ખાસ ઉપસ્થિત રહી પાકવીમાઅને સંગઠન અંગે માર્ગદર્શન આપેલ મીટીંગમાં હવે આગામી રવિવારના રોજ ૩.૩૦ કલાકે રાજપરા મુકામે તાલુકાના તામ ગામોનાંક ગ્રેસના મુખ્ય પાંચ કાર્યકરો સાથે મીટીંગ મળશે તેમ નકકી થટું આ મીટીંગમાં દરેક ગામના કોંગ્રેસના આગેવાનો ગ્રામ પ્રમુખની નિમણુંક કરી તેને મીટીંગમાં સાથે.
લાવવાના રહેશે આ મીટીંગમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહેશે. આ ઉપરાંત સમગ્ર તાલુકા સંગઠન ટીમ બક્ષીપંચ લઘુમતીસેલ અનુ.જાતીસેલ સેવાદળ અને તાલુકાની સહકારી મંડળીના તાલુકા સહકારી સંઘના માર્કેટીંગ યાર્ડના ડીરેકટર્સ ઓ પણઉપસ્થિત રહેશે રવિવારની આમીયીંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા જિલ્લા સહકારી સંઘના મંત્રી ધીરૂભાઈ ધાબલીયા જિલ્લા બેંકના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા યાર્ડના ચેરમેન અને જિ.પં.ના પૂર્વ ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા તાલુકા સહકારી સંઘનાપ્રમુખ લઘુભા તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ ચેરમેન મુનાભાઈ રાયજાદા, પુર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી પુર્વ પ્રમુખ રાયધનભાઈ મહેતા, ગોંડલ તાલુકાના નિરીક્ષકઅને જિલ્લા કોંગ્રેસના પ્રભારી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.