કોટડા સાંગાણીના નારણકા ગામે રહેતા મહિલા પર તેના પાડોશમાં રહેતા સરપંચ અને તેના પરિવાર દ્વારા પડે માર મારતા મહિલાનો હાથ ભાંગી નાખતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવવાની જાળ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ અધૂરી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે ઘરમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે સરપંચના ઘરમાં પાણી ઢોળાતા સરપંચ અને તેના પરિવાર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી પોલીસે હાલ તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા ઘરમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા તે વેળાએ પાણી સરપંચના ઘરમાં ઢોળાતા કર્યો હુમલો

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કોટડા સાંગાણીના નારણકા ગામે રહેતા કમળાબેન પ્રેમજીભાઈ વાળા નામના ૪૦ વર્ષીય મહિલા પર તેના પાડોશમાં રહેતા નારણકા ગામના સરપંચ જીવત વાળા અને તેના પૂત્ર કરશન વાળા અને સાથેના ચંપાબેન,જયાબેન અને ગીતાબેન દ્વારા કમળાબેન વાળા પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી કમળાબેનનો હાથ ભાંગી નાખ્યો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે આ બનાવ મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કમળાબેન વાળા પોતાના ઘરમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા તે સમયે તેમના દ્વારા પાડોશમાં રહેતા સરપંચ જીવત વાળાના ઘરમાં પાણી ભૂલથી ઢોળાઈ જતા પાડોશમાં રહેતા સરપંચ અને તેના પરિવાર દ્વારા માથાકૂટ કરી હુમલો કરવામાં આવ્યો હતો.જેથી હાલ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.