મહિલા- લઘુઉદ્યોગ ને પગભર કરવા બેન્કોને અમેરિકન સંસ્થાઓ મદદરૂપ બનશે
મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત ના કન્સેપ્ટને વેગવાન બનાવવા માટે બૅન્કિંગ ઉદ્યોગ દ્વારા મહિલા સંચાલિત લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે વ્યવસાયિક વિકાસ માટેની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં હવે વિદેશી નાણાકીય સંસ્થા નો પણ જોડાઈ રહી છે
અમેરિકા સ્થિત સંસ્થાનો એ ભારતના મહિલા ઉદ્યોગ સાહસિકો ને પગભર કરવા માટે ધિરાણ યોજના બનાવીને કોટક મહિન્દ્રા બેન્ક સાથે કરેલા કરાર અંતર્ગત૫૦ મિલિયન અમેરિકન ડોલર એટલે કે૩૭૨ કરોડ રૂપિયા નું ધિરાણ આપવાનું આયોજન કર્યું છે યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ, યુ.એસ.એ આઇ ડી, અને ડેવલોપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન”ડીએફસી”આંતરરાષ્ટ્રીય ધોરણે મહિલા વ્યવસાયકારો ઉદ્યોગકારો અને લઘુ મધ્યમ અને નાના વ્યવસાયકારોને પગભર કરવા માટે કાર્યરત છે ભારતમાં પણ આ બંને સંસ્થાઓ કોટક મહિન્દ્રા બેંક ના માધ્યમથી ૩૭૨ કરોડ રૂપિયાનું પેકેજ મહિલાઓને પગભર કરવા માટે લાવી રહી છે
આ પેકેજ અંતર્ગત કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલ ૩૦૦૦૦ મહિલાઓ અને ૭૫૦૦ ઉદ્યોગોને નાણાકીય ધિરાણ આપશે
કોટક મહિન્દ્રા અને યુ.એસ.એ આઈડી અને ડીએફસી દ્વારા ઉભા કરવામાં આવેલા આ આ પેકેજમાં ઓછામાં ઓછા ૫૦ ટકાથી વધુ ધિરાણ મહિલા સંચાલિત લોકો ઉદ્યોગો ને આપવામાં આવશે
ચેન્નાઈની એનબીએફસી દ્વારા આ કાર્યક્રમ આગળ વધારવામાં આવશે તેમ ડેવલોપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન ડીએફસી કોટક મહિન્દ્રા બેન્ક ના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપશે કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૂપ પ્રેસિડેન્ટ ડી,કે,કાનને એ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકો અને સામાજિક પછાત વર્ગના મહિલા વ્યવસાયકારો અને પગભર થવા માટે આ યોજના આશીર્વાદરૂપ બનશે જેનાથી નવા ઉદ્યોગો અને રોજગારીના સર્જનને એક નવું બળ મળશે યુનાઇટેડ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ વૈશ્વિક ધોરણે સામાજિક સમરસતા અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરી રહી છે કોરોનો કટોકટી દરમિયાન અસરગ્રસ્ત રહેલા દેશમાં મહિલાઓને મદદરૂપ થવાના હેતુથી ભારતમાં કોટક મહિન્દ્રા ના માધ્યમથી બંને અમેરિકન સંસ્થાઓ ૩૭૨ કરોડનું ધિરાણ આપવા નિમિત્ત બનશે