આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ચાલી રહેલા ત્રણ દિવસના રાજ્ય સ્તરીય યોગ શિબિરના મુખ્ય સમારોહમાં ગુરુવારે આરએસી ગ્રાઉન્ડમાં સવારે યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દાવા પ્રમાણે અહીં 2 લાખ લોકોએ એક સાથે યોગ કરીને કોટાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. સમારોહમાં યોગગુરુ બાબા રામદેવે યોગ કર્યા હતા. તેમની સાથે લાખો લોકો હાજર હતા. આ દરમિયાન રાજસ્થાનના સીએમ વસુંધરા રાજેએ પણ સ્ટેજ ઉપર બાબા રામદેવ સાથે યોગ કર્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલાં સીએમ વસુંધરા રાજેએ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના આશીર્વાદ લીધા હતા. આચાર્ય બાલકૃષ્ણએ શૌર્યના પ્રતીક તરીકે સીએમ રાજેને તલવાર ભેટ કરી હતી.
#Rajasthan: Around 1.05 lakh (still counting) people perform Yoga together in Kota to create a Guinness World Record on #InternationalYogaDay2018. Yoga guru Ramdev and Chief Minister Vasundhara Raje Scindia present. pic.twitter.com/ytkVju79Kp
— ANI (@ANI) June 21, 2018
યોગ કાર્યક્રમમાં લોકો સવારે 5 વાગ્યાથી આરએસી ગ્રાઉન્ડમાં પહોંચવા લાગ્યા હતા. પ્રવેશ માટે 8 દરવાજા બનાવવામાં આવ્યા હતા અને દરેક વ્યક્તિને બારકોડ આપવામાં આવ્યો હતો.લંડનથી આવેલા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વર સવારથી રેકોર્ડ નોંધી રહ્યા હતા. યોગ સાધકો દ્વારા કોટામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે.સોમવારે અને મંગળવારે 49 અવે બુધવારે 51 રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. આ દરેક રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે અને તેમના તરફથી સાધકોને સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યા છે.