વધતા જતા કોરોના સંક્રમણ અને એક્ટિવ કેસ સામે રાજકોટનો રિકવરી રેટ 88.90 ટકા જેટલો ઉંચો: કોવિડ સેન્ટરમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓ સાજા થઈ ઘેર જવાનું પ્રમાણ વધ્યું
કોરોનાના કાળા કહેર સામે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને શહેરમાં ઉભી કરવામાં આવેલી કોરોના સારવાર વ્યવસ્થામાં એક અઠવાડિયામાં કોરોનામાં સપડાયેલા દર્દીઓમાંથી 1134 દર્દીઓ સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈને ઘેર જઈ શક્યા હતા. તા.3 એપ્રીલથી શરૂ થયેલા કોરોના સંક્રમણના વધારાના દિવસો દરમિયાન તા.3ના રોજ 134, 4ના રોજ 154, 5ના રોજ 144, 6ના રોજ 153, 7ના રોજ 164, 8 તારીખે સૌથી વધુ 201 દર્દી અને તા.9ના રોજ 186 દર્દીઓને સંપૂર્ણ કોરોના મુક્ત કરીને રજા આપવામાં આવી હતી. રાજકોટમાં સક્રીય કોરોના દર્દીઓની સારવાર માટેના કેન્દ્રમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, વોકહાર્ટ, જલારામ, એચ.જે.દોશી, જીનેસીસ સહિત કુલ 26 કોવિડ હોસ્પિટલોમાં સારવાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકોટમાં સંક્રમણના વધારાની સાથે સાથે કોવિડની સારવાર વ્યવસ્થા પણ વધુને વધુ સંગીન બનાવવામાં આવી રહી છે. દીન પ્રતિદીન કોરોના સંક્રમણમાં વધારો થાય છે તેની સામે સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે અને મૃત્યુદરમાં પણ સારૂ એવું નિયંત્રણ આવવા પામ્યું છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના સંક્રીય દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે તેની સાથે સાથે સારવાર વ્યવસ્થા પણ સંગીન બનાવવામાં આવી રહી છે. વધુમાં વધુ લોકોનું ઝડપથી ટેસ્ટીંગ થાય, કોરોનાના પ્રત્યેક દર્દીને દાખલ કરવાની પરિસ્થિતિમાં બેડ અને વેન્ટિલેટર સહિતની સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ રાજકોટની મુલાકાત લઈને સંગીન વ્યવસ્થા ઉભી કરાવી હતી.
મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર અને ખાસ કરીને રાજકોટ વહીવટી તંત્રની સજાગતા અને સક્રીયતાને લઈ કોરોનામાં રિકવરી રેટમાં પણ ભારે સુધારો થવા પામ્યો છે. રાજકોટમાં એક અઠવાડિયામાં આ લખાય છે ત્યાં સુધીમાં ગંભીર સ્થિતિમાં દાખલ થયેલા હોય તેવા 1134 દર્દીઓને સંપૂર્ણપણે કોરોના મુક્ત કરીને ઘેર મોકલવામાં સફળતા મળી હતી. રાજકોટમાં આજે તા.10 એપ્રીલની પરિસ્થિતિએ જોવા જઈએ તો પોઝિટિવ કેસની સંખ્યા 21972 નોંધાઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 19353 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે અને સૌથી વધુ 88.90 ટકા જેટલો ઉંચો રિકવરી રેટ નોંધાયો છે. અત્યારસ ુધી રાજકોટની વાત કરીએ તો કુલ 748664 દર્દીઓના ટેસ્ટ થયા હતા જેમાંથી 21972ને પોઝિટિવ આવ્યો હતો. જેમાં આજ સુધીમાં કુલ 19353 સંપૂર્ણ પણે સાજા થયા હતા. રાજકોટમાં ભલે કેસ નોંધાવાની સંખ્યા ઉંચી હોય પરંતુ રિકવરીરેટ પણ સંતોષજનક રીતે ઉંચો રહ્યો છે.