વિશેષ સુવિધાઓથી સજજ આ મશીન દ્વારા પ્રવેશ કામગીરી વધુ સુદ્રઢ બનશે
સોમનાથ મંદિરને શિવભકત પરિવાર દ્વારા કોરોના ટેમ્પરેચર મોનીટરીંગ મશીનના બે સેટ અર્પણ કરવામાં આવ્યા છે. વિશેષ સુવિધાઓથી સજજ આ મશીન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા પ્રવેશ કામગીરી વધુ સુદ્રઢ બનશે.
વિશ્ર્વ-પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને મુંબઇ, બરોડા, રાજકોટ, અમદાવાદ રહેતા શિવભકત પરિવાર હરિ ઓમ સેવા મંડળના સભ્યો હરેષ જોશી, મીતેશ ત્રિવેદી, શરદ વ્યાસ, જુગલ રાવલ, અશ્ર્વીન જોશી, મનોજ જોશી સર્વએ વિશ્ર્વ મહામારી કોરોના કાળમાં ભગવાન સોમનાથ મહાદેવ મંદિરને ટેમ્પરેચર મોનીટરીંગ વીથ પીપલ કાઉન્ટીંગ બે મશીનોના સેટ અર્પણ કર્યા છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ દાતાઓના આભાર માની આ અંગેની વિગત હરેષભાઇ જોશી સાથે સયુંકતમાં જણાવ્યું કે આ બંન્ને મશીનોની કુલ કિંમત રૂ.૪૫૦૦૦ જેવી છે.
આ મશીન સોમનાથ મંદિર ખાતે હાલ જે હેન્ડ ટેમ્પરેચરગનથી સ્ક્રીનીંગ થાય છે તે જ સ્થળે તેને બદલે એક સ્ટેન્ડ ઉપર લેડીઝ-જેન્ટસ માટે અલગ-અલગ મશીન કાર્યરત રહેશે.
દર્શનાર્થીએ આ સ્ટેન્ડ મશીન પાસેથી દર્શન કરવા પ્રવેશ વખતે જતી વખતે ઉભું રહેવું જેથી તે મશીનના કેમેરામાં તેનું તાપમાન સ્ક્રીન ઉપર અંકિત થશે જે ૩૮ સેલ્સયસ સુધી મંજુરીયાત્ર રહેશે ઉપરાંત જેમ જેમ વ્યક્તિ દર્શન કરવા જાય તેમ તેમ દર્શનાર્થીઓની સંખ્યા પણ આ મશીનમાં કાઉન્ટીંગ થતી રહેશે. તેવી વિશેષ સુવિધા છે. પ્રવેશ ચેક પોઇન્ટ ઉપર જો તાવ કે વધારે ટેમ્પરેચર હોય તેવા દર્શનાર્થી પ્રવેશવા માગે તો તે મશીનમાં લાલ લાઇટ ફીવર શબ્દ આગળ થાય છે અને મશીનમાં બીપ અવાજ આવે છે. અને ઓટોમેટીક વિશલ વાગે છે. આ માટે બેલ્જીયમનું સેન્સર અને સ્કેલ ર્ગાડ કંપની મુંબઇ વાપીની મેઇક ઇન ઇન્ડીયા પોસેસ છે.
આવું બીજું મશીન શંખલપુર બહુચરાજી ખાતે મુકવા હરિઓમ સેવા મંડળે સંકલ્ય કર્યો છે.
મશીન લોર્કોપણ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા ઓસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજા, ટ્રસ્ટ ઇલેકટ્રીક વિભાગ અને હરિ ઓમ સેવા મંડળ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.