બ્રાઈડલ ગાઉન, ટ્રેડીશનલ ચણીયાચોલી, કૂર્તિઝ, રેશમી સાડીની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ
હાલ ફેશન જગતમાં રોજબરોજ કંઈકને કંઈક નવું આવી રહ્યું છે. આ ઉપરાંત રક્ષાબંધન,જન્માષ્ટમી નવરાત્રી તેમજ દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે હાલ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટમાં નિર્મલા કોન્વેટ રોડ પર આવેલ કિરામી હાઉસ ઓફ એથ્નીક એલિગન્સ એ રાજકોટની ફેશન પ્રિય જનતા માટે પસંદગીનું ખરીદી માટે શોપ છે.
કિરામીમાં લોકોને ડ્રેસ મટીરીયલ, બંધેજ સાડી, બ્રાઈડલ ગાઉન, ટ્રેડિશનલ ચીયાચોલી, કુર્તીઝ, રેશમી સાડી વગેરે વસ્તુઓ એક સ્થળ પર મળી રહે છે. આ ઉપરાંત અહીના વસ્ત્રોમાં આવેલ ડિઝાઈન તેમજ વ્યાજબી ભાવને લીધે દરેક યુવતીઓનું કિરામી ફેવરીટ હબ બની ગયું છે. ખાસ તો અહી હાલ સપ્ટેમ્બર માસ સુધી ૪૦% ઓફ સેલ પણ ચાલી રહ્યો છે. જેની મોટાપ્રમાણમાં રાજકોટની ફ્રેશનપ્રિય જનતા ખરીદી કરી રહી છે.
આ તકે કિરામી હાઉસ ઓફ એથ્નીક એલિગન્સના ઓમર રીશીત ઠકરાર તેમજ ચિંતન ઠકરાર સાથે અબતકે વાતચીત કરતા રીશીતભાઈએ જણાવ્યું હતુ કે, કિરામીને ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે. આ ત્રણ વર્ષમાં અમને રાજકોટ તરફથી જે રીસ્પોન્સ મળ્યો છે તે અદ્ભૂત છે.
અને જે આશા હતી એના કરતા પણ વધુ રીસ્પોન્સ મળ્યો છે. અમે અહી કવોલીટી સારી રાખીએ છીએ, સીઝનેબલ પ્રાઈઝ રાખીએ છીએ કિરામીનો અર્થ કિશન, રાધા અને મીરાં છે એટલે કે ત્રણેય નામના પ્રથમ અક્ષરનો સમાવેશ કિરામીમાં કરવામાં આવ્યો છે. ડ્રેસીસમાં અમારી પાસે બનારસી ફ્રેબીક, સિલ્ક બેઝ ઉપર સારી વસ્તુ ચાલી રહી છે.
આ તકે રિશિતભાઈના પત્ની દ્રષ્ટિ ઠકરારે વધુમાં જણાવ્યું હતુ કે ૧ સપ્ટેમ્બર સુધી સેલ રહેશે ડ્રેસીસમાં અમારી પાસે ફલોર લેન્થ ડ્રેસીસ પ્લાઝો એવી જ રીતે સાડીમાં અમારી પાસે સિલ્ક, વર્ક એ બધી જ પ્રકારની સાડી રાખેલ છે. આ ઉપરાંત હાલ સેલ ચાલી રહ્યો છે. તેમાં ૪૦% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
જેમાં વર્કમાં ૪૦% સિલ્કમાં ૧૦%, ૨૦%, એવી રીતે અલગ અલગ કેટેગરીમાં ઓફર આપવામાં આવી રહી છે. રાજકોટવાસીઓને અમારી સિલ્કની સાડીઓ સૌથી વધુ પસંદ પડે છે. આ ઉપરાંત ફલોર લેન્થ ડ્રેસીસ પણ એટલા પસંદ પડી રહ્યા છે. બ્રાઈડલ કલેકશનમાં ચણીયાચોલી સૌથી વધુ પસંદ પડે છે. આ ઉપરાંત તેઓએ રાજકોટવાસીઓ જલ્દીથી સેલનો લાભ લે તેમ કહ્યું હતુ.આ તકે ચિંતનભાઈ ઠકરારે જણાવ્યું હતુ કે દિવસેને દિવસે કલોથીંગ વેરાયટીઓ બજારમાં આવે છે અને ઓપર્ચ્યુનીટીઝ ઘણી વધારે છે. એથ્નીક વેરમાં સારી વેરાયટી અને કલેકશન આપી શકીએ. એ હેતુથી અમે આ બિઝનેસમાં આવ્યા છીએ. ઓફલેટ જોવા જઈએ તો સોશિયલ મિડિયા ઉપર આપણે ઘણી વસ્તુઓ જોતા હોઈએ છીએ અને નવી નવી વેરાયટીઓ પણ હોય છે.
આ ઉપરાંત વેડિંગ પ્લાનર્સ પણ નવી નવી થીમ રાખતા હોય છે. તો એને ધ્યાનમાં રાખીને જ અમે અમા સિલેકશન કરીએ છીએ. કસ્ટમરને ગમતાં કલર્સ, વેરાયટી, ફીટીંગસ બધી વસ્તુ અમે અહીથી જ પ્રોપર સેટ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત કોઈ પ્લસ સાઈઝીસ કે ઓડ સાઈઝીસમાં હોય તો અમે ઓર્ડર પણ કરીએ છીએ. જેથી કરીને અમે અમારા કસ્ટમર્સને બધી જ વસ્તુઓ આપી શકીએ.
આ તકે ચિંતનભાઈના પત્ની પ્રિયંકાબેને વધુમાં જણાવ્યું હતુ કે બ્રાઈડલ વેરમાં અમે જે એથનીક ટચ હોય છે. ભલે અમે ઈન્ડોવેસ્ટર્ન ક્ધસેપ્ટ પર ઈન્ટ્રોડયુસ કર્યો છે. પણ સાથે સાથે તેમાં એથનીક ટચ પણ ખૂબ જરૂરી છે. કારણ કે આપરે ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ જે આપણું ટ્રેડિશન છે.
જે આપણી પરંપરા છે. જે આપણા કલર્સ છે. એ જળવાવું જરૂરી છે.તેથી જ અમે હર વખત નવું લઈ આવીએ છીએ એટલે કે ફેશનની સાથે પરંપરા પણ જળવાઈ રહે એ રીતે અમે બેલેન્સ કરીએ છીએ. આ ઉપરાંત કરંટ ટ્રેન્ડને પણ ફોલો કરીએ છીએ. ડ્રેસ મટીરીયલની વાત કરીએ તો ઘણા લોકો તેને પ્રીફર કરે છે. તેનું કારણ છે પ્રોપર ફીટીંગ કારણ કે ડ્રેસ મટીરીયલ તમે તમારા બોડી, ફિગર પ્રમાણે ફીટ કરાવી શકો છો. એટલે મને આ મુખ્ય કારણ લાગે છે.
આ ઉપરાંત કસ્ટમર તેને પોતાની રીતે ડિઝાઈન કરાવી શકે છે. આ ઉપરાંત ડ્રેસ મટીરીયલ્સમાં પણ ઘણી સારી વસ્તુઓ આવી રહી છે. સિલ્ક, સિન્થેટીક, જયોર્જટ, હેન્ડવર્ક આ બધામાં પણ ફેશન રીલેટેડ વસ્તુઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સોશિયલ મિડિયામાં પણ અમે વોચ રાખી રહ્યા છીએ. કે શું નવું આવી રહ્યું છે.
આ ઉપરાંત કસ્ટમરના પણ અમે રીવ્યુ લઈએ છીએ. જેથી લોકોને શું જોઈએ છીએ એ માહિતી પણ અમને મળી રહે છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અમારી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રેઝન્સ છે. અને અમે ખૂબજ ઓછા સમયમાં અમારી વેબસાઈટ પર પણ વસ્તુઓ રાખશું.