ઉપલેટા તાલુકાના કોલકી ગામે ગતરાત્રે ખારાવાડ પ્લોટમાં આવેલ વાડીમાંથી ધાણા, જીરૂ ચોરી ગયાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં વાડી માલિક વેજશી રૈયાભાઈ જાદવે નોંધાવી હતી. ગણતરીની કલાકોમાં જ બંને ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. કોલકી ગામે ગતરાત્રે વેરશીભાઈ જાદવ અને નયનભાઈ ગોધાણીની બંને વાડીમાંથી અજાણ્યા શખ્સો ધાણા અને જીરૂ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા ઉપલેટાના પીએસઆઈ વી.એમ.લગારીયાએ બાતમીદારોને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી આરોપી ભીખા બધા સાથલપરા જાતે.કોળી, ઉ.વ.૩૦ (રહે.નાગવદર, હાલ જુનાગઢ) તથા મુકેશ ભુપત કુવરીયા જાતે.કોળી ઉ.વ.૨૫, રહે.નાગવદરવાળાની ધરપકડ કરી તેના કબજામાંથી ચોરાયેલા ધાણા મણ ૭ કિંમત રૂા.૭૭૦૦ અને જીરૂ મણ ૪ કિંમત ૧૦,૦૦૦ તેમજ ચોરીના કામમાં ઉપયોગમાં લેવાયેલ હિરો હોન્ડા કિંમત રૂા.૧૦ હજાર મળી કુલ ૨૭,૭૦૦નો મુદામાલ કબજે કરી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો.
ઉપલેટાના કોલકી ગામે ધાણા-જીરૂની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
Previous Articleવચનામૃતના ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં બોટાદના ગઢડા ખાતે શુક્રવારથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ
Next Article કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધતા અફરા-તફરી